News Continuous Bureau | Mumbai
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પેરેન્ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે.
હવે ફેસબુક અને ઈંસ્ટાગ્રામ પર પણ વેરિફાઈડ અકાઉન્ટ એટલે કે બ્લુ ટિક માટે પૈસા ચુકવવા પડશે.
જો કોઈ યુઝર્સ આ સર્વિસ વેબ માટે ખરીદવા માંગે છે તો તેણે 11.99 ડોલર એટલે કે 992 રુપિયા અને આઈઓએસ પર ખરીદવા માંગે છે તો તેણે 14.99 ડોલર એટલે કે 1240 રુપિયા ખર્ચવા પડશે
જોકે આ સર્વિસ હાલમાં ભારતમાં શરુ થઈ નથી. આ અઠવાડિયાથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં શરૂ કરવામાં આવશે.
અન્ય દેશોમાં ટૂંક સમયમાં આ સર્વિસ શરુ કરી દેવામાં આવશે.
જે યુઝર્સે આ સર્વિસ શરુ કરાવવી છે તેણે પોતાની સરકારી આઈડી સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે લિન્ક કરવી પડશે. થોડી પ્રોસેસ બાદ આ સર્વિસ શરૂ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : ચૂંટણી પંચ પછી હવે ઉદ્ધવ ઠાકરે પર ‘Twitter ની સ્ટ્રાઈક ‘; શિવસેનાના ટ્વિટર એકાઉન્ટનું નામ બદલાતા બ્લુ ટિક ગાયબ.
Join Our WhatsApp Community