News Continuous Bureau | Mumbai
- કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શનાર્થીઓની વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટીતંત્રએ મોટો નિર્ણય લીધો છે.
- એક રિપોર્ટ મુજબ સ્પર્શ દર્શન કરનાર ભક્તો પાસેથી રૂ.500 થી રૂ.1000 સુધીની ફી લેવામાં આવશે. જેનો પ્રસ્તાવ મંદિર પ્રશાસન દ્વારા કાશી વિશ્વનાથ ન્યાસ પરિષદને આપવામાં આવ્યો છે.
- હવે કાશી વિશ્વનાથ ન્યાસ પરિષદ આ સમગ્ર પ્રસ્તાવ પર મંથન કરશે અને જોશે કે જે ભક્તો પૈસા ચૂકવી શકતા નથી તેમને સ્પર્શ દર્શન કેવી રીતે આપવા, તે પછી આ સિસ્ટમ ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.
- મંદિર પ્રશાસનનું કહેવું છે કે, નવી વ્યવસ્થાને કારણે દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે.
- અત્યાર સુધી, તમામ શ્રદ્ધાળુઓ સીધા ગર્ભગૃહમાં પ્રવેશ કરીને સ્પર્શ દર્શન કરતા હતા પણ તેને કારણે અવ્યવસ્થા સર્જાતી હતી.
- ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર ૨૦૧૮ના રોજ મંદિર પ્રશાસન દ્વારા સુગમ દર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાન: ઈમરાન ખાનની ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ! આ મામલે હેલિકોપ્ટર લઈને પૂર્વ વડાપ્રધાનના ઘરે પહોંચી પોલીસ..
Join Our WhatsApp Community