153
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Maharashtra Samruddhi Mahamarg :
- વિકાસના માર્ગ તરીકે ઓળખાતા મુંબઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર અકસ્માતો સિલસિલો યથાવત છે.
- સમૃદ્ધિ હાઇવે પર આજે વહેલી સવારે વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો છે.
- નાગપુરથી મુંબઈ તરફ રોંગ સાઇડમાં આવી રહેલી એક કાર જાલનાના કદવંચી ગામ પાસે બીજી કાર સાથે અથડાઈ.
- આ અકસ્માતમાં બંને કારમાં સવાર કુલ 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
- સાથે જ 4 મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
- ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો :