News Continuous Bureau | Mumbai
- ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીંમ- જોંગ ઉને એક વિચિત્ર ફરમાન બહાર પાડયું છે
- આ ફરમાન મુજબ ઉનની ૧૦ વર્ષની લાડકી પુત્રી જૂ-એનું નામ નવજાત બાલિકાને નહી આપવા હુકમ કરાયો છે.
- એટલું જ નહિ પરંતુ બાલિકાઓથી વૃદ્ધાઓ સહિત જે કોઈ મહિલાનું નામ જૂ-એ હશે તેમણે પણ પોતાનું નામ બદલી વસ્તી ગણતરી રજીસ્ટરમાં નવું નામ નોંધાવી દેવા ફરમાન કરાયું છે.
- કહેવાય છે કે જૂ-એ કીમ જોંગ ઉનને તેના વારસ તરીકે તૈયાર કરી રહ્યા છે.
- આ પહેલા પણ એક ફતવો બહાર પાડયો હતો જેમાં જન- સામાન્યને હુકમ કરાયો હતો કે કોઈએ ઉત્તર કોરિયાના વર્તમાન કે દિવંગત નેતાઓના નામ જેવા નામો રાખવા નહીં.
આ સમાચાર પણ વાંચો : આ વર્ષની શિવ જયંતિ હશે ખાસ! આગ્રાના આ કિલ્લામાં ઉજવાશે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ.. પુરાતત્વ વિભાગે આપી મંજૂરી
Join Our WhatsApp Community