News Continuous Bureau | Mumbai
Reliance Disney Merger:
- ભારતમાં વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના મીડિયા ઓપરેશનના વિલયની જાહેરાત કરવામાં આવી છે.
- એક નિવેદન અનુસાર રિલાયન્સ આ ડીલ હેઠળ બંને કંપનીઓના વિલયથી બનેલા એકમમાં 11500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
- બંને કંપનીઓના મીડિયા ઓપરેશનથી બનેલા સંયુક્ત ઉદ્યમના ચેરપર્સન નીતા અંબાણીને બનાવાશે.
- કંપનીમાં રિલાયન્સની 63.16 ટકા ભાગીદારી હશે. જ્યારે ડિઝ્નીને 36.84 ટકાની ભાગીદારી મળશે.
- દરમિયાન ઉદય શંકર આ નવી કંપનીના ઉપાધ્યક્ષ હશે.
- બંને કંપનીઓ મર્જર અંગેના કરાર પર હસ્તાક્ષર કરશે અને અસ્તિત્વમાં આવનારી નવી કંપનીનું મૂલ્યાંકન રૂ. 70,000 કરોડ હોવાનો અંદાજ છે.
- તેનો અર્થ એ કે હવે Disney+Hotstar ખૂબ જ જલ્દી Jio+Hotstar બની શકે છે.
આ સમાચાર પણ વાંચો : Sandeshkhali Violence: 55 દિવસથી ફરાર શાહજહાં શેખની ધરપકડ; સંદેશખાલી હિંસા, તપાસ એજન્સી પર હુમલાનો છે મુખ્ય આરોપી