News Continuous Bureau | Mumbai
Sreesanth vs Gautam Gambhir :
પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યા બાદ પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંત મુશ્કેલીમાં છે.
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ ( LLC ) કમિશનરે ટીમ ઈન્ડિયાના ( Team India ) ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતને લીગલ નોટિસ ( Legal notice ) મોકલી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે કોન્ટ્રાક્ટ તોડ્યો છે.
શ્રીસંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ગૌતમ ગંભીરને નિશાન બનાવીને તેને હટાવવાની માગ કરવામાં આવી છે.
સાથે સંતે ગંભીર પર આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેને લીગ ઓફ લિજેન્ડ્સ ક્રિકેટ (LLC) મેચ દરમિયાન તેને ફિક્સર કહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બુધવાર, 6 ડિસેમ્બરના રોજ, LLC 2023 એલિમિનેટર મેચમાં ( eliminator match ) શ્રીસંત અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. મેચ બાદ શ્રીસંતે ગંભીર પર આરોપો લગાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Dheeraj Sahu Cash: કોંગ્રેસ સાંસદના ઘરે અધધ, પૈસાનો ઢગલો.. પીએમ મોદીએ લીધા આડેહાથ જનતાને આપી આ ગેરંટી..