News Continuous Bureau | Mumbai
Water waste :
- રાજસ્થાનની ભજનલાલ સરકારે પાણીનો બગાડ અટકાવવા માટે સરકારે પ્રથમ વખત કડક નિયમો બનાવ્યા છે. પાણીનો બગાડ કરવા બદલ દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.
- ઘરેલું અથવા કોમર્શિયલ પીવાના પાણીના જોડાણમાં લીકેજ માટે રૂ. 1000 દંડની જોગવાઈ કરવામાં આવી છે.
- આ સાથે ઘરેલું વપરાશ માટે પાણીના વ્યવસાયિક ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
- આ લીકેજ પીવાના પાણીના કનેક્શન ધારકે પોતે જ સુધારવું પડશે. જો એક કરતા વધુ વખત લીકેજ જણાય તો પીવાના પાણીનું કનેકશન કાપી નાખવાની જોગવાઈ કરવામાં આવી છે.
- આ આદેશો રાજસ્થાન વોટર સપ્લાય એન્ડ સીવરેજ એક્ટ હેઠળ જારી કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા ભારતીયોની થશે સ્વદેશ વાપસી, PM મોદીની આ વાત રશિયા પ્રમુખ પુતિને માની લીધી..