320
Join Our WhatsApp Community
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે.
બીજી તરફ અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સ્ટેડિયમમાં 50 ટકા દર્શકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે GCA ના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ સત્તાવાર રીતે કરી જાહેરાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો મેચ જોઈ શકશે તેવા સમાચાર આવ્યા બાદ અચાનક 50 ટકા બેઠકો પર જ દર્શકોને પ્રવેશ અપાશે તેવી સ્પષ્ટતા કરાઈ છે.
મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી મહિલા ભારતીય ક્રિકેટર બની. જાણો વિગતે
You Might Be Interested In
