News Continuous Bureau | Mumbai
Khel Mahakumbh 3.0 : તાલુકા કક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકો માટે બેટરી ટેસ્ટ યોજાશે
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગર સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં પ્રવેશ માટે ખેલ મહાકુંભ ૩.૦ હેઠળ સુરત જિલ્લામાં તાલુકાકક્ષા અને મહાનગરપાલિકા કક્ષાની અં-૯ અને અં-૧૧ ની ૩૦ મી.દોડ, ૫૦ મી. દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પની સ્પર્ધામાં ૧ થી ૮ વિજેતા થયેલા વિજેતા ખેલાડી (ભાઈઓ/બહેનો) માટે જિલ્લા કક્ષાના બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે સુરત જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ યાદી પ્રમાણે આવકાર્ય છે.
આ સમાચાર પણ વાંચો : Saras Mela 2025: સુરતના અડાજણ ખાતે સરસ મેળાનું આયોજન, માત્ર ચાર દિવસમાં એક કરોડનું વેચાણ; આ તારીખ સુધી ખુલ્લો રહેશે મેળો
શહેરના તમામ ૯ ઝોન તેમજ ચોર્યાસી અને ઓલપાડ તાલુકાનાં બહેનો ખેલાડીઓ માટે તા.૧૧ માર્ચ અને ભાઈઓની કસોટી ૧૨ માર્ચના રોજ વીર નર્મદ યુનિવર્સિટી, વેસુ ખાતે તેમજ તા.૧૨મીના રોજ ગ્રામ્યના બારડોલી, માંડવી, મહુવા, ઉમરપાડા, પલસાણા, કામરેજ અને માંગરોળ તાલુકાના ખેલાડી ભાઈઓ અને બહેનોની કસોટી એમ.કે.પટેલ હાઈસ્કુલ, મઢી.તા.બારડોલી ખાતે બેટરી ટેસ્ટ યોજાશે એમ સુરત જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.