Paris Olympics 2024 : ભારતીય તીરંદાજો નું શાનદાર પ્રદર્શન, ધીરજ-અંકિતાની જોડી સેમીફાઈનલમાં પહોંચી; મેડલની આશા વધી..

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકના 7મા દિવસે અંકિતા અને ધીરજની જોડીએ તીરંદાજીની મિક્સ્ડ ડબલ્સમાં ઈન્ડોનેશિયાની જોડીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. સાંજે તેઓ સ્પેન સામે મેચ રમશે. તો બીજી તરફ પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકેર ત્રીજા ફાઇનલમાં પ્રવેશી છે અને મેડલની હેટ્રિક ફટકારી શકે છે.

by kalpana Verat
Paris Olympics 2024 Indian mixed archery team qualifies for semifinal

News Continuous Bureau | Mumbai  

Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકનો આજે 7મો દિવસ છે. આજે ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની જોડીએ પેરિસ ઓલિમ્પિક 2024માં મિશ્ર તીરંદાજી ઈવેન્ટની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જોડીએ અંતિમ 8માં સ્પેનને હરાવ્યું હતું. ભારતે મિક્સ્ડ ટીમ ક્વાર્ટર ફાઇનલમાં સ્પેન સામે ચોથો સેટ 37-36થી જીતીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.. ધીરજ બોમ્માદેવરા અને અંકિતા ભકતની ભારતીય જોડી પાસે હવે મેડલ જીતવાની તક છે.

 

Paris Olympics 2024 : ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું 

ક્વોલિફિકેશન રાઉન્ડમાં પાંચમા સ્થાને રહેલી ભારતીય જોડીએ પહેલો સેટ 37-36થી જીત્યા બાદ બીજો સેટ 38-38થી બરાબરી કરી લીધો હતો. ત્રીજા સેટમાં અંકિતાના બંને ટાર્ગેટ 10 પોઈન્ટ સુધી પહોંચ્યા, જેના કારણે ભારતે 12મી ક્રમાંકિત જોડી સામેની મેચ 38-37થી જીતી લીધી. આ રીતે ભારત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  Paris Olympics 2024 : ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ સ્વપ્નિલ કુસાલે પર ઇનામોનો વરસાદ, મહારાષ્ટ્ર સરકાર બાદ હવે ભારતીય રેલ્વેએ આપી આ ભેટ..

Paris Olympics 2024 : ભારતે પ્રથમ સેટ જીત્યો હતો

ભારતીય મિશ્રિત જોડીએ પ્રથમ સેટ 38-37થી જીત્યો હતો. આ મેચ ચાર સેટની રહેશે. ભારતે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મલેશિયાને હરાવીને અંતિમ 8માં પ્રવેશ કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More