Site icon

બિલ્ડર સામેની લડતમાં મુંબઈના આ પરિવારને 27 વર્ષે ન્યાય મળ્યો, બિલ્ડરને ચૂકવવા પડશે આટલા કરોડ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મુંબઈના અંધેરી(Andheri) સ્થિત પરિવારને ફ્લેટમાં આપવામાં નિષ્ફળ ગયેલા બિલ્ડરને(Builders) 27 વર્ષ બાદ ફ્લેટની સામે 1.8 કરોડ રૂપિયા ચૂકવવા પડવાના છે.અંધેરીના બે પરિવારે નવી મુંબઈના કોપર ખૈરાણેમાં(kopar Khairane) 25.7 લાખ રૂપિયામાં બે ફ્લેટ બુક(Flat booking) કર્યા હતા. પરંતુ બિલ્ડર સમયસર આ ફ્લેટનો કબજો આપવામાં નિષ્ફળ ગયો હતો. આ પ્રકરણ નેશનલ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રીડ્રેસલ કમિશન(National Consumer Disputes Redressal Commission) પાસે પેન્ડિંગ છે, છતાં બિલ્ડર ફેબ્રુઆરી 2021માં ફ્લેટ ખરીદનારને એ ઈન્સ્ટોલમેન્ટમાં(Installment) પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ ગયો હતો. આ રકમ લગભગ 1.8 કરોડ રૂપિયા જેટલી છે. બે-બે મહિનાને અંતરાળે તે ઈન્સ્ટોલમેન્ટમાં આ પૈસા ચૂકવશે એવું તેણે એફિડેવિડમાં(Affidavit) કહ્યું છે. આ દરમિયાન ઈન્સ્ટોલમેન્ટ ચૂકવવામાં પણ જો તે નિષ્ફળ જાય છે તો સ્ટેટ કમિશન તેની પાસેથી બાકી રહેલી રકમ વસૂલ કરશે.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ સંબંધિત બિલ્ડરે 1995માં સીટી એમ્બેસી(City Embassy) નામનો પ્રોજેક્ટ હાથમાં લીધો હતો. તેમા અંધેરીના પરિવારે બે ફ્લેટ માટે કુલ 7.7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. 1996માં  બિલ્ડિંગનું બાંધકામ(Building construction) ચાલી રહ્યું હતું ત્યારે લોન રીકવરી(Loan recovery) માટે ડેબ્ટ રિકવરી ટ્રીબ્યુનલે(Debt Recovery Tribunal) આ બિલ્ડિંગને સીલ કરી નાખી હતી. ત્યારથી બિલ્ડિંગનું કામ બંધ પડી ગયું હતું.

તેથી અંધેરી સ્થિત આ પરિવારે મહારાષ્ટ્ર સ્ટેટ કન્ઝયુમર ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશનમાં 2012માં ફરિયાદ કરી હતી. ઓક્ટોબર 2016માં  સ્ટેટ કમિશને(State commission) બિલ્ડરને ફ્લેટનો કબજો આપવાનો આદેશ આપ્યો હતો. અરજદારને ફ્લેટની બાકી રહેલી રકમ ભરવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

2017માં બિલ્ડર નેશનલ કન્ઝ્યુમર કમિશનમાં ગયો હતો. સુનાવણી દરમિયાન જણાયું હતું કે બિલ્ડર માટે પ્રોજેક્ટ પૂરો કરવો શક્ય નથી, કારણ કે આ પ્રોજેક્ટ તેણે થર્ડ પાર્ટીને વેચી દીધો છે. માર્ચ 2019માં  કમિશને બિલ્ડરને આદેશ આપ્યો હતો કે ફલેટના રેડી રેકનરના(Ready Reckoner) આધારે તેમણે જે પૈસા ભર્યા હતા તે અરજદારોને ચૂકવી દો.

ફ્લેટ ખરીદનાર અરજદાર તેની સામે સ્ટેટ કમિશન પાસે ફરી ગયો હતો. ડિસેમ્બર 2021માં સ્ટેટ કમિશન બિલ્ડરને પૈસા ચૂકવવા માટે કહ્યું હતું. પરંતુ બિલ્ડર ફરી નેશનલ કન્ઝયુમર કમિશનમાં ગયો હતો. છેવટે બિલ્ડર પૈસા ચૂકવવા માટે તૈયાર થઈ ગયો હતો.
 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version