News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે(Maharashtra CM Eknath Shinde)એ આજે મુંબઈ(Mumbai)માં તેમના નિવાસસ્થાને દેશ અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા જૂથના વડા રતન ટાટા(Ratan Tata) સાથે મુલાકાત કરી છે. જો કે બંને વ્યક્તિઓ વચ્ચેની મુલાકાત પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આ રાજકીય નહીં પરંતુ શુભેચ્છા મુલાકાત હતી.
टाटा उद्योग समूहाचे सर्वेसर्वा श्री. @RNTata2000 यांची आज त्यांच्या निवासस्थानी सदिच्छा भेट घेतली.
मुख्यमंत्रीपदी निवड झाल्याबद्दल रतन टाटा यांनी माझे मनापासून अभिनंदन केले तसेच मुख्यमंत्रीपदाच्या कारकिर्दीसाठी शुभेच्छा दिल्या. pic.twitter.com/xDmtuLrGiZ
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 27, 2022
લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠક બાદ મુખ્યમંત્રી શિંદેએ મીડિયા સાથે વાતચીત કરી. તેમણે પત્રકારોને જણાવ્યું કે રતન ટાટાની તબિયત ખરાબ(Ratan Tata Health) હતી. આ કારણોસર તેઓ આજે રતન ટાટાને મળવા ગયા હતા અને તેમની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ મીટિંગનું અલગ અર્થઘટન કરવું જોઈએ નહીં. સીએમએ કહ્યું કે રતન ટાટાની તબિયત સારી છે. રતન ટાટાએ પણ એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ(CM Post) સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : દાદરમાં તોફાની દરિયાઈ મોજાને કારણે વીજળીના થાંભલાઓનો સોથ વળી ગયો-જુઓ ફોટોગ્રાફ
દરમિયાન જ્યારે પત્રકારોએ તેમને અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર(Thackeray govt)ના નિર્ણયો મુલતવી રાખવા અંગે પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે મહા વિકાસ આઘાડી (MVA) સરકાર દ્વારા તેના કાર્યકાળના છેલ્લા સમયે જે કામો ઉતાવળમાં મંજૂર કરવામાં આવ્યા હતા, તેને મોકૂફ રાખવામાં આવ્યા છે. જો કે સરકાર બદલાવાથી કોઈ પણ પ્રજાલક્ષી વિકાસ કાર્યો રદ કરવામાં આવશે નહીં.