News Continuous Bureau | Mumbai
આ વર્ષે ચારધામ યાત્રામાં(Chardham Yatra) વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે
દરમિયાન પાછલા વર્ષોની સરખામણીએ આ વર્ષે શ્રદ્ધાળુઓના(devotees) મૃત્યુમાં(Death) રેકોર્ડ વધારો થયો છે.
જોકે હવે બદ્રીનાથ(Badrinath)-કેદારનાથ મંદિર(Kedarnath temple) સમિતિએ ચારધામ યાત્રા દરમિયાન ભક્તોના મોત પર મોટો નિર્ણય લીધો છે.
ચારધામ મંદિર(Chardham Temple) પરિસરમાં અકસ્માતની સ્થિતિમાં દરેક ભક્તને એક લાખ રૂપિયાનો વીમો(Insurance) ચૂકવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યા આ વખતે 20 લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, ચાર ધામોમાં અત્યાર સુધીમાં 166 તીર્થયાત્રીઓના(pilgrims) મૃત્યુ પણ થયા છે.
આ સમાચાર પણ વાંચો : કડક પ્રતિબંધોનો દોર પાછો આવ્યો- ગુજરાતમાં અમદાવાદ બાદ હવે આ જિલ્લામાં માસ્ક ફરજિયાત કરાયુ- નહીં પહેરો તો 1000નો દંડ