ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર 2021
મંગળવાર.
દેશન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન કરવાની અને તેમના હત્યારા ગોડસેને મહાન બનાવવાની જાણે ફેશન બની ગઈ છે. ગાંધીબાપુના ગુજરાતમાં જ તેમના અપમાનની ઘટના બની છે. જેમા તેમના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમાને લઈને ફરી વિવાદ થયો છે. સોમવારે ગુજરાતમાં હિંદૂ સેના તરફથી ગોડસેની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેને પગલે ઉશ્કેરાયેલા કોંગ્રેસી કાર્યકર્તાઓએ તેને તોડી પાડી હતી.
મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડેસેને 10 ફેબ્રુઆરી 1949માં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ 15 નવેમ્બર 1949માં તેને ફાંસીને માંચડે ચઢાવવામા આવ્યો હતો, તેની યાદમા જામનગરમાં ગોડસેની પ્રતિમા બેસાડવામાં આવી હતી. હિંદુ સેનાએ 8 ઓગસ્ટના જ નથૂરામ ગોડસેની પ્રતિમા બેસાડવાની જાહેરાત કરી હતી. જોકે સ્થાનિક પ્રશાસને મંજૂરી નહીં આપતા જામનગરમાં હનુમાન આશ્રમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. કોંગ્રેસી કાર્યકર્તા જોકે ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ આશ્રમ જઈને ગોડસેની પ્રતિમાને તોડી પાડી હતી.