News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Maharshtra CM Uddhav Thacekray)એ સરકારી આવાસ એટલે કે વર્ષા બંગલો(Varsha Bunglow) ખાલી કર્યો છે. ત્યારબાદ અનેક શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુંબઈ શહેર(Mumbai)માં બેનર બાજી ચાલી હતી. એક એવી સંભાવના વર્તાઈ રહી છે કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign from CM post) આપી દે. આ પરિસ્થિતિમાં મુંબઈ શહેરમાં ઉદ્ધવ ઠાકરેના સમર્થકો હંગામો કરી શકે છે. તેમજ જે 14 ધારાસભ્યો(MLA) હાલ ઉદ્ધવ ઠાકરે સાથે છે તે તમામ ધારાસભ્યો મત વિસ્તારમાં શિવસૈનિકો રસ્તા પર ઉતરી શકે છે. આ કારણથી આજે મુંબઇ પોલીસે(Mumbai police) એલર્ટ જાહેર(Alert) કર્યું છે. તેમજ અનેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત વધારી દીધો છે.
આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદેનો ગેમ પ્લાન ઠાકરે પરિવાર માટે સૌથી ખતરનાક છે- માત્ર મુખ્યમંત્રી પદ નહીં પરંતુ આખેઆખો પક્ષ પોતાના નામે કરવાની એકનાથ શિંદેની હિલચાલ શરૂ-જાણો વિગતે