News Continuous Bureau | Mumbai
વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદમાં(Gyanvapi masjid) શિવલિંગ(Shivling) મળવાના હિંદુ પક્ષના(Hindu party) દાવા બાદ હોબાળો થયો છે.
આ દરમિયાન હિન્દુ મહાસભાએ(Hindu Mahasabha) દિલ્હીની(Delhi) જામા મસ્જિદને(jama masjid) લઈને વડાપ્રધાનને(Prime minister) પત્ર લખ્યો છે.
પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદની સીડીઓ નીચે હિંદુ દેવી-દેવતાઓની(Hindu gods and goddesses) મૂર્તિઓ(Idols) છે.
હિન્દુ મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ(Swami Chakrapani) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને(Narendra modi) પત્ર લખીને જામા મસ્જિદનો સર્વે(Survey) કરાવવાની વિનંતી કરી છે.
તેમણે કહ્યું કે, સીડીઓની નીચે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે. એટલા માટે જરૂરી છે કે, ખોદકામ કરીને આ મૂર્તિઓને કાઢવામાં આવે.
હિન્દુ મહાસભાની આ માંગ ત્યારની છે, જ્યારે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કરવામા આવ્યો છે. જો કે, હાલમાં પણ હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ(Muslim party) અલગ અલગ દાવા કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે નહીં થાય સુનાવણી, આ છે કારણ.. જાણો વિગતે