News Continuous Bureau | Mumbai
પંજાબ વિધાનસભામાં(Punjab Legislative Assembly) કેન્દ્ર સરકારની(Central Government) અગ્નિપથ રક્ષા ભરતી યોજના(Agneepath Raksha Bharti Yojana) સામે આજે ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે.
પંજાબના મુખ્યમંત્રી(Punjab CM) ભગવંત માને(bhagwant mann) વિધાનસભા ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેતી વખતે CM ભગવંત માને કહ્યું કે, તેઓ જલ્દી જ અગ્નિપથ યોજનાનો (Agneepath Yojana) મુદ્દો PM મોદી(PM Modi) અને કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) સામે પણ ઉઠાવશે.
અકાલી દળના(Akali Dal) ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ(MLA Manpreet Singh Ayali) પણ પ્રસ્તાવનું સમર્થન કર્યું અને યોજનાને પરત લેવા માટે માંગ કરી હતી.
જોકે આમ આદમી પાર્ટી(AAP) સરકારના આ પ્રસ્તાવનો વિરોધ ભાજપના(BJP) બે ધારાસભ્યો અશ્વિની શર્મા(Ashwini Sharma) અને જાંગી લાલ મહાજને(Jangi Lal Mahajan) કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિમાં અણધાર્યો વળાંક- એકનાથ શિંદે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી-સાંજે આટલા વાગ્યે લેશે શપથ