ખરું કહેવાય, અમદાવાદમાંથી પકડાયો  સાઈકલ ચોર એટલી બધી સાયકલ ચોરી કે આખું ગોડાઉન ભરાઈ ગયું. જાણો વિગત… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

શુક્રવાર.

દિવસે ને દિવસે અમદાવાદ શહેરમાં હવે સાઈકલ ચોરીની  ઘટનાઓ માં વધારો નોધાયો હતો જેણે ધ્યાનમાં લઇ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરતા આરોપી સુધી પોહ્‌ચવામાં સફળતા મળી હતી સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી અને તેણે કરેલું કારસ્તાન જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ. કોરોના કાળમાં શોર્ટકટથી પૈસા કમાવવા માટે અમદાવાદના એક ગઠિયા સાઈકલ ચોરીનો 'ધંધો' શરૂ કર્યો. બદલાતા સમયની સાથે ચોરીની મોડસ ઓપરેન્ડી પણ બદલાઈ ગઈ છે. તમે કાર કે બાઈકની ચોરી વિશે સાંભળ્યું છે. પરંતુ અમદાવાદના એક ગઠિયા પાસેથી ચોરેલી સાઈકલનું આખું ગોડાઉન ઝડપાયું છે. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના ઁૈં કે.જે.ઝાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતુંકે, આરોપી પ્રેમ પરમાર ટ્યુશન ક્લાસીસ, કે ફ્લેટમાં રેકી કરતો હતો અને મોકો મળે કે તરત જ સાઈકલની ચોરી કરતો હતો. આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાજ ઝ્રઝ્ર્‌ફના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આ આરોપીએ સાયકલ ચોરી સિવાય મોટા કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે નહીં તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ તો માસ્ટર માઈન્ડ સાયકલ ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે..ફ્લેટમાં કે ટ્યુશન ક્લાસીસ બહાર કોઈ શંકાસ્પદ વ્યક્તિ અવરજવર કરતો હોય તો પોલીસને સંપર્ક કરવો જરૂરી છે…નહીં તો તમારી સાયકલ કે પછી જરૂરી સામાનની ચોરી થઈ શકે છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાંથી સાઈકલની ચોરી થતાં લોકો કંટાળી ગયા હતા.

 

પાવાગઢ ની યાત્રા કરવાના છો? આ સમાચાર જરુર વાંચજો. મેઇન્ટેનન્સની કામગીરીને લઇને આટલા દિવસ સુધી રોપ વે સેવા રહેશે બંધ…

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment