News Continuous Bureau | Mumbai
Express Train: ઉત્તર રેલવે ( Northern Railway ) લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં ( Jaunpur-Jaffarabad-Jaunpur City section ) નોન ઈન્ટરલોકિંગ કામને ( Non interlocking work ) કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ ( Ahmedabad-Varanasi City Sabarmati Express ) , કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છેઃ
- 16, 17, 19, 21, 23, 24 અને 26 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ લખનઉ-અયોધ્યા કેન્ટ-જફરાબાદ-વારાણસી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખનઉ-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
- 18 અને 25 ઓક્ટોબર 2023 ના રોજ કામાખ્યા થી ચાલતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.
- 16 અને 23 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટી થી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.
ટ્રેનોના રોકાણ, માર્ગ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war : ઇઝરાયેલ માટે ખતરો માત્ર હમાસનો જ નથી, વધુ આ બે મોરચે છે સંકટ; બેન્જામિન નેતન્યાહુ કેવી રીતે ડીલ કરશે?