Express Train: અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે

Express Train:ઉત્તર રેલવે લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં નોન ઈન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ, કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

by Hiral Meria
Ahmedabad-Varanasi City Sabarmati Express, Kamakhya - Gandhidham Express and Guwahati-Okha Dwarka Express will run on a modified route

News Continuous Bureau | Mumbai 

Express Train: ઉત્તર રેલવે ( Northern Railway ) લખનઉ મંડળમાં જૌનપુર-જફરાબાદ-જૌનપુર સિટી સેક્શનમાં ( Jaunpur-Jaffarabad-Jaunpur City section ) નોન ઈન્ટરલોકિંગ કામને ( Non interlocking work ) કારણે અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ ( Ahmedabad-Varanasi City Sabarmati Express ) , કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ અને ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તિત માર્ગથી ચાલશે. જેની વિગતો નીચે મુજબ છેઃ

  1. 16, 17, 19, 21, 23, 24 અને 26 ઓક્ટોબર 2023 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ લખનઉ-અયોધ્યા કેન્ટ-જફરાબાદ-વારાણસી ને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખનઉ-પ્રતાપગઢ-વારાણસી ના રસ્તે ચાલશે.
  2. 18 અને 25 ઓક્ટોબર 2023 ના રોજ કામાખ્યા થી ચાલતી ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.
  3. 16 અને 23 ઓક્ટોબર 2023 ના રોજ ગુવાહાટી થી ચાલતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ પોતાના નિર્ધારિત માર્ગ વારાણસી-જફરાબાદ-અયોધ્યા કેન્ટ-લખનઉ ને બદલે વારાણસી-પ્રતાપગઢ-લખનઉ ના રસ્તે ચાલશે.

ટ્રેનોના રોકાણ, માર્ગ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war : ઇઝરાયેલ માટે ખતરો માત્ર હમાસનો જ નથી, વધુ આ બે મોરચે છે સંકટ; બેન્જામિન નેતન્યાહુ કેવી રીતે ડીલ કરશે?

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More