ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં રાજનૈતિક આરોપ પ્રત્યારોપ અને આટાપાટા ચરમસીમાએ પહોંચી ગયા છે. આજે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે આરોપ લગાવ્યો કે મનસુખ હિરણ આત્મહત્યા પ્રકરણમાં પોલીસ અધિકારી સચિન વઝે શામેલ છે. તો તેના જવાબમાં ગૃહ મંત્રી અનિલ દેશમુખે જણાવ્યું કે આજથી પાંચ વર્ષ અગાઉ અન્વય નાઇક નામના વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા સંદર્ભે હવે વિપક્ષના નેતા અને જે તે સમયના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની તપાસ કરવી જોઈએ. તેમજ આવનારા દિવસમાં દેવેન્દ્ર ફડણવીસની તપાસ કરવામાં આવશે.
આમ મહારાષ્ટ્રમાં હત્યા અને આત્મહત્યાનું રાજકારણ ચરમસીમાએ છે. એક તરફ અન્વય નાઇક આત્મહત્યા મામલે અર્નબ ગોસ્વામી આરોપી છે. તેમજ કોંગ્રેસ પાર્ટી અને શિવસેના આરોપ કરી રહી છે કે ભાજપે આ મામલાને દબાવ્યો. ત્યારે બીજી તરફ મુકેશ અંબાણીના ઘરની નીચે જે ગાડી મળી આવી તે સંદર્ભે હવે ભાજપે શિવસેનાના તાર જોડી દીધા છે.
આથી ગભરાયેલી મહારાષ્ટ્ર સરકાર હવે હત્યા નો જવાબ આત્મહત્યા મામલે આપી રહી છે. મહારાષ્ટ્રના રાજકારણમાં આવું ઘટીયા સ્તરનું રાજકારણ કદાચ જ પહેલા થયું હોય.


Leave a Reply