ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ઉત્તરાયણ એટલે મકરસંક્રાતિનો તહેવાર મકરસંક્રાતિના તહેવારમાં સૂર્ય મકરવૃત્ત તરફથી ઉગવાનું શરૂ કરે છે આ તહેવારમાં દેશ વિદેશમાં ઉત્તરાયણથી પ્રચલિત છે. આ તહેવારમાં લોકો પતંગ ચગાવે છે અને ખાસ કરીને ગુજરાતમાં ખૂબ પ્રચલિત છે અને તે ધીમે ધીમે દેશ વિદેશમાં પણ પ્રચલિત થયો છે.
આ તહેવારમાં લોકોને વૃક્ષનું જતન કરવા અને વૃક્ષો વાવવાના ખાસ સૂચનો સાથે પતંગમાં વૃક્ષના બીજ ચોંટાડીને એક નવો નવતર પ્રયોગ રાજકોટમાં ચાલુ કરવામાં આવ્યો છે, જેમાં રાજકોટના હિનલ રામાનુજે પરિવારના સાથે સહકારથી આ નવતર પ્રયોગ પોતાના સગા વ્હાલા, આડોશી પાડોશીને જણાવી તેમણે આ પ્રયોગ કર્યો છે. એમાં ઉત્તરાયણનો આ તહેવાર હરિયાળી લાવે એ માટે ખાસ પ્રકારના પતંગો હિનલ દ્વારા બનાવવામાં આવ્યા છે. આ પતંગો અન્ય સામાન્ય પતંગની માફક ઉડાવી ઉત્તરાયણની મોજ લઈ શકાશે અને આ પતંગ જમીન પર પડતાં એમાં રહેલાં બીજ દ્વારા જે-તે જગ્યાએ વૃક્ષ ઊગી નીકળશે.
આમ, તહેવારની ઉજવણીની સાથે-સાથે પર્યાવરણની જાળવણી પણ કરી શકાશે. તેમણે આવી ૧૦૦ કરતાં પણ વધુ ઇકો ફ્રેન્ડલી પતંગ બનાવ્યા છે. હું હંમેશાં તહેવારની ઉજવણી સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખું છું, તેથી આ ઉત્તરાયણ માટે મેં ખાસ પ્રકારના પતંગો બનાવ્યા છે, જેમાં તેણે વૃક્ષનાં બીજ મૂક્યા છે. જાેકે પતંગ સારી રીતે ઊડી શકે એનું પણ પૂરતું ધ્યાન રખાયું છે. આ માટે તેણે પતંગની વચ્ચે કાગળનું પોકેટ લગાવ્યું છે, જેમાં ઓછા વજન ધરાવતાં વૃક્ષોનાં બીજ મૂકયાં હોવાથી પતંગ કપાઈને જમીન પર પડતાં આપમેળે જમીનમાંથી વૃક્ષ ઊગી નીકળે છે.
ઠાકરે સરકારે લીધો મોટો નિર્ણયઃ પ્રધાનોના બંગલાને મળશે હવે આ નામ; જાણો વિગત
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પતંગમાં જ વૃક્ષારોપણના સ્લોગન પણ લખ્યા છે અને સિમ્બોલિક વૃક્ષ ડ્રો કર્યાં છે. જેથી કરીને આ પતંગ કપાઈને કોઈના પણ હાથમાં આવે ત્યારે બીજ મૂકવાનો મેસેજ તેમના સુધી પહોંચી શકે. આ બીજની ખાસિયત છે કે એમાં ઓછું પાણી અને માવજત ન થાય તોપણ જમીનમાં ઊગી નીકળે તેવા વડ, પીપળો, માંજર વગેરેનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેં આ પ્રકારના અંદાજે ૧૦૦ કરતાં વધુ પતંગો બનાવ્યા હોવાથી એટલાં વૃક્ષ ઊગી નીકળવાનો મને વિશ્વાસ છે.