News Continuous Bureau | Mumbai
વડગામ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ(Congress)ના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી(Jignesh Mevani) ની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ગુજરાત પહોંચેલા જીગ્નેશ મેવાણીની મોડી રાતે આસામ પોલીસે ધરપકડ કરી છે.
જિજ્ઞેશ મેવાણી દ્વારા કરવામાં આવેલી ટ્વીટ મામલે આસામ પોલીસ દ્વારા મેવાણીની ધરપકડ કરવામાં આવી છે.
મોડી રાતે મેવાણીની ધરપકડ કરવામાં આવતા તેના સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ અમદાવાદ એરપોર્ટ દોડી આવ્યા હતા અને જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસ વિરુદ્ધમાં નારેબાજી કરી હતી.
પોલીસ દ્ધારા ફરિયાદ કે અરજીની કોપી આપવામાં ના આવતા સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ધરપકડ પાછળના કારણને લઇને કોઇ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.
આ સમાચાર પણ વાંચો : આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી