News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)ના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી(Bhagat Singh Koshyari)એ તાજેતરમાં ગુજરાતી(Gujarati) અને રાજસ્થાની(Rajasthani) લોકો વિશે આપેલા એક નિવેદનથી હાલ રાજકીય વાતાવરણ ગરમાયું છે. રાજ્યપાલના નિવેદનની વિપક્ષ દ્વારા તેમની નિંદા કરવામાં આવી રહી છે.
વાત જાણે એમ છે કે ભગતસિંહ કોશ્યારીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર(Maharashtra), ખાસ કરીને મુંબઈ અને થાણે(Thane)માંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને દૂર કરવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં, હાલમાં મુંબઈ(mumbai) દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે, પરંતુ જો આ સમુદાયને દૂર કરવામાં આવશે તો મુંબઈની ઓળખ ભૂંસાઈ જશે.
આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરે ભડક્યા-કહ્યું જે વિશે ભાન ન પડતી હોય તે વિશે
રાજ્યપાલના આ નિવેદનની હવે રાજ્યભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે ભાજપ નેતા આશિષ શેલારે(Ashish Shelar) પણ રાજ્યપાલના નિવેદનને લઈને નારાજગી વ્યક્ત કરી છે.
मा. राज्यपाल महोदयांनी केलेल्या वक्तव्याशी आम्ही अजिबात सहमत नाही.
महाराष्ट्र आणि मुंबई मराठी माणसाच्या परिश्रमातून, घामातून आणि हौतात्म्यातून उभी राहीली आहे. आमचा तेजस्वी इतिहास पानोपानी हेच सांगतो.
त्याला कुणीही कुठल्याही पदावरून नख लावण्याचा प्रयत्न करु नये!— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) July 30, 2022
તેમણે રાજ્યપાલના નિવેદનથી છેડો ફાડતા કહ્યું છે કે અમે રાજ્યપાલના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મહારાષ્ટ્ર અને મુંબઈ મરાઠી લોકોની મહેનત, પરસેવો અને શહાદત સાથે ઊભા છે. આપણો ભવ્ય ઈતિહાસ પણ આ જ કહે છે.