ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓક્ટોબર, 2021
બુધવાર
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મરાઠી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા દસ વર્ષમાં 70% ઘટી છે.
એક સમયે મરાઠી નેમપ્લેટ માટે લડતા બાળાસાહેબની શિવસેનાના શાસનમાં મરાઠી શાળાઓ બંધ થઈ રહી છે. તે બદલ ભાજપના નેતા પ્રભાકર શિંદેએ શિવસેનાની ટીકા કરી હતી.
પાલિકાની મરાઠી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે બીજી બાજુ અંગ્રેજી ભાષાને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. ભાજપના મ્યુનિસિપલ જૂથના નેતા પ્રભાકર શિંદેએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરીને શાસક પક્ષને ચેતવણી આપી હતી.
કુર્લા માં મોટી દુર્ઘટના : 30 સ્કૂટર બળી ગયા. જુઓ વિડિયો જાણો વિગત.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સળંગ 25 વર્ષ શિવસેનાનું શાસન હોવા છતાં મરાઠી ભાષાનું મહત્ત્વ ઘટી રહ્યું છે. મહાનગરપાલિકાની મરાઠી શાળાઓ એક પછી એક બંધ કરીને અંગ્રેજી શાળાઓ, CBSC અને ICSC શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ સ્કૂલોનું અંગ્રેજીમાં નામકરણ કરીને મરાઠી ભાષાનું અપમાન થઈ રહ્યું છે. મ્યુનિસિપલ સ્કૂલોનું નામ બદલીને મુંબઈ પબ્લિક સ્કૂલ કરવામાં આવી રહ્યું છે, જેના માટે 12 કરોડના ખર્ચે આ તમામ સ્કૂલોની સામે પ્રવેશ દ્વાર બનાવવામાં આવી રહ્યા છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં માતૃભાષાની સ્થિતિ પર કોઈ ધ્યાન આપતું નથી. તેથી, મરાઠી શાળાઓની દયનીય સ્થિતિ માટે કોણ જવાબદાર છે? તેવો સવાલ ઉઠાવતા શિંદેએ મરાઠી શાળાઓ પર શ્વેતપત્ર બહાર પાડવાની માગ કરી છે.