News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં જુદી જુદી બ્લડ બેંક(Blood bank)માં હાલ માત્ર 15 દિવસ ચાલે એટલો જ બ્લડનો સ્ટોક(Blood stock) બાકી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોના(coronavirus)નો સામનો કરી રહ્યું છે. કોરોના મહામારી(covid pandemic)ને પગલે રાજ્યમાં હોસ્પિટલમાં(hospitals) નોન કોવિડ દર્દીઓની સારવારમાં થોડો વિલંબ થયો હતો. હવે જ્યારે મહામારી સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. ત્યારે નોન કોવિડ દર્દીઓના સમયસર ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. જોકે તેને કારણે લોહીની માંગમાં વધારો થયો છે.
આ સમાચાર પણ વાંચો : ખાનગી હોસ્પિટલમાં આગનું જોખમઃ ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારી આટલી ખાનગી હોસ્પિટલ સામે લેવાયા પગલાં…જાણો વિગતે
દર્દીઓના ઓપરેશન(operations) વધવા માંડયા છે, તેની સામે બ્લડ બેંકમાં લોહીની અછત સર્જાવાની શક્યતા નિર્માણ થઈ છે. તેથી રાજ્યના આરોગ્ય ખાતાના(health Department) દ્રારા રક્તદાનની અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં 49 હજાર 495 બ્લડ બેગ ઉપલબ્ધ છે. તો મુંબઈમાં 7 હજાર 12 યુનિટ ઉપલબ્ધ છે. લોહીની માંગ વધી રહી છે અને રાજ્યમાં માત્ર 15 દિવસ જ લોહી બાકી રહ્યું છે, ચિંતાજનક બાબત છે.