News Continuous Bureau | Mumbai
જન્માષ્ટમીના તહેવારોમાં(Janmashtami festivals) સૌરાષ્ટ્રમાં(Saurashtra) ઠેર ઠેર મેળાઓ ભરાયા હતા. ત્યારે જેતપુરમાં(Jetpur) પણ લોકમેળો(Lok Mela) જામ્યો હતો. પરંતુ રાત્રે મેળામાં આખલો ઘૂસી જતા નાસભાગ (stampede) મચી હતી. લોકોની બૂમાબૂમને કારણે આખલો વધુ ભૂરાયો થયો હતો.
પ્રાપ્ત જાણકારી મુજબ જેતપુરમાં જન્માષ્ટમીના તહેવારોને લઇને મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ મેળાનું મેદાન લોકોની સુરક્ષાને લઇને અસુરક્ષિત સાબિત થયું હોય તેમ લોકોમાં ચર્ચા ઉઠી હતી. જોકે આ અંગે જેતપુર નગરપાલિકાએ(Jetpur Municipality) પણ પોતાનું ભેદી મૌન ધારણ કરી લીધું હતું. મેળામાં આખલાના આતંકના વીડિયો(Bull terror videos) કોઈએ મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ(Social media viral) કર્યા છે.
વીડિયોમાં જોવા મળતી વિગત મુજબ મેળના ગેટ પાસેથી એક આખલો ઘૂસી આવે છે. બાદમાં લોકો બૂમાબૂમ કરી મૂકે છે અને કેટલાક યુવાનો તેને બહાર કાઢવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ આખલો મેળાના એન્ટ્રી ગેટ પરથી પાછો ફરી પાછો મેળામાં ઘૂસે છે. આથી આખલાને શાંત કરવા માટે કેટલાક લોક તેના માથા પર પાણી પણ ફેંકે છે. પરંતુ આખલો શાંત થવાનું નામ લેતો નથી અને મેળામાં આમ તેમ દોટ મૂકીને લોકોને દોડાવે છે. ભૂરાયો બનેલો આખલો મેળામાં રાખેલા રમકડાના સ્ટોલને પણ ઉલાળતો જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટી નો મનીષ સિસોદિયા ખરો ફસાયો-હવે લુક આઉટ નોટિસ જાહેર
તો બીજી તરફ પોલીસ પણ બેરિકેડ દ્વારા આખલાને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ આખલો રોકાવાનું નામ લેતો નથી અને એક યુવાનને તો શીંગડે ચડાવી ઉલાળે છે. જોકે સદનસીબે આ યુવાન બચી જાય છે અને તેને કોઈ ઇજા પહોંચી નહોતી. બેરિકેડને પણ શીંગડા મારી આખલો મેળામાં ધમાચકડી મચાવે છે. આથી બાળકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.