Kendriya Vidyalaya: મોદી સરકારે દેશભરમાં 85 નવા કેન્દ્રીય વિદ્યાલયોને ખોલવાની આપી મંજૂરી, ગુજરાતના આ જિલ્લાઓમા ખુલશે નવી શાળાઓ..

Kendriya Vidyalaya: કેબિનેટે નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર હેઠળ 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો પૈકી ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો (KVs) ખોલવા મંજૂરી આપી

by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Kendriya Vidyalaya: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ દેશભરમાં નાગરિક/સંરક્ષણ ક્ષેત્ર અંતર્ગત 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો (કેવી)ને ખોલવાની મંજૂરી આપી દીધી છે, જેમાં ગુજરાતમાં પણ 3 નવા કેન્દ્રીય વિદ્યાલયો ખોલવા માટે મંજૂરી અપાઈ છે. ગુજરાતમાં કેબિનેટે જે 3 જિલ્લામાં નવા કેન્દ્રીય વિદ્યાલયોની મંજૂરી આપી છે, તેમાં અમરેલી જિલ્લો, અમદાવાદ જિલ્લો અને વેરાવળ જિલ્લો સામેલ છે. 

ભારત સરકારે નવેમ્બર, 1962માં કેન્દ્રીય વિદ્યાલયોની ( Kendriya Vidyalaya ) યોજનાને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ ટ્રાન્સફરેબલ કેન્દ્ર સરકાર ( Central Cabinet ) / સંરક્ષણ કર્મચારીઓનાં બાળકો માટે સમગ્ર દેશમાં એકસમાન ધોરણની શૈક્ષણિક સુવિધાઓ પ્રદાન કરવાનો છે.

 

આ સમાચાર પણ વાંચો: CBI Court: CBI કોર્ટે આ કેસમાં દેના બેંકના મેનેજરને આપી 3 વર્ષની સખત કેદની સજા, ફટકાર્યો લાખોનો દંડ..

Kendriya Vidyalaya: ગુજરાતમાં મંજૂર થયેલા નવા કેન્દ્રીય વિદ્યાલયોની યાદી

રાજ્ય ક્રમ જિલ્લા
ગુજરાત 01 ચક્કરગઢ, જિલ્લો અમરેલી
ગુજરાત 02 ઓગણજ, જિલ્લો અમદાવાદ
ગુજરાત 03 વેરાવળ, જિલ્લો ગીર-સોમનાથ

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like