News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)માં વિધાનસભાની ચૂંટણી(Assembly election)નો જંગ તેજ થઈ ગયો છે. છત્તીસગઢના કેબિનેટ મંત્રી(Chhatisgarh) ટીએસ સિંહદેવ(TS Singhdev) પણ પોતાની બહેન અને કોંગ્રેસ(Congress) ઉમેદવાર આશા કુમારીના પ્રચારમાં ભાગ લેવા હિમાચલના ડેલહાઉસી(Dalhousie) પહોંચ્યા છે. તે વિસ્તારમાં પ્રચાર કરતી વખતે હિમાચલના લોક કલાકારો સાથે ડાન્સ(Dance) કરતા જોવા મળી રહ્યા છે. જુઓ વીડિયો
हिमाचल प्रदेश के डलहौज़ी में कांग्रेस उम्मीदवार के पक्ष में प्रचार करते हुए छत्तीसगढ़ के मंत्री टी एस सिंह देव pic.twitter.com/ZjQuJu1tUe
— Narendra nath mishra (@iamnarendranath) November 4, 2022
આશા કુમારી સિંહદેવ(Asha Kumari Singhdev) હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ની ડેલહાઉસી વિધાનસભા બેઠક પરથી નવમી વખત ચૂંટણી મેદાનમાં છે. ટી.એસ.સિંહદેવનું વિદ્યાર્થી જીવન હિમાચલ પ્રદેશમાં વિત્યું છે અને તેમણે ત્યાંથી જ શિક્ષણ મેળવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રી(Health minister) હિમાચલ પ્રદેશના લોકનૃત્યો અને ગીતોથી સારી રીતે વાકેફ છે. છત્તીસગઢમાં, આરોગ્ય પ્રધાન ટીએસ સિંહદેવ, જે સાદા કુર્તા પાયજામા પહેરે છે, પરંતુ અહીં તેઓ બ્લુ ડેનિમ જીન્સ પહેરેલા જોવા મળે છે. સામાન્ય રીતે તેમનો આ ગેટઅપ પણ અહીં જોવા મળતો નથી. સિંહદેવે આ વીડિયો પોતાના ફેસબુક પેજ પર પણ પોસ્ટ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો: બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી