ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 22 ડિસેમ્બર 2021
બુધવાર.
રાજસ્થાનના હરદોઈના એક નેતાએ કોંગ્રેસના એક્ઝીક્યુટીવ પ્રેસીડન્ટ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે, જેને કારણે રાજસ્થાન કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના આ નેતાએ પત્ર લખીને પતિ, પત્ની અને પૌત્રને ઈચ્છા મૃત્યુ માટે રાજસ્થાન સરકાર પાસે મંજૂરી લઈ આપવાની માગણી કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને આ નેતાએ કહ્યું છે કે તેમના પુત્ર, પુત્રવધુને ખોટા કેસમાં ફસાવીને જેલમાં નાખી દેવામાં આવ્યા છે અને આ બધુ ત્યારે થયું જયારે રાહુલ ગાંધી અને સચિન પાયલટે ત્યાં આત્મહત્યાને હત્યાનું સ્વરૂપ આપ્યું હતું.
મૂળ હરદોઈના નિવાસી શ્યામપ્રકાશ શુકલા કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી અને પ્રવક્તા રહી ચૂક્યા છે. પક્ષમાં તેમણે અનેક પદ પર જવાબદારી સંભાળી હતી. તેમણે આરોપ કર્યો છે કે રાજસ્થાન સરકાર તેમના પુત્ર પ્રજ્ઞા પ્રતિક શુકલા અને પુત્રવધુ વહુ પ્રિયાની જામીન થવા દેતી નથી. શ્યામપ્રસાદે વિધાનભવનમાં જઈને આત્મહત્યા કરવાની ધમકી પણ ઉચ્ચારી છે.
કોંગ્રેસના આ નેતાના કહેવા મુજબ તેમનો પુત્ર પ્રજ્ઞાપ્રતિક બિકાનેરમાં કોલેજમાં પ્રિન્સીપાલ હતો અને પુત્રવધુ પ્રોફેસર હતી. આ કોલેજમાં એક યુવતીએ 27 માર્ચ 2016માં આત્મહત્યા કરી હતી, તેની માટે તેમના પુત્ર અને પુત્રવધુને જવાબદાર ગણીને જેલમાં સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.