News Continuous Bureau | Mumbai
પર્યાવરણનું નિકંદન (Environmental degradation) નીકળી રહ્યું હોવાની પર્યાવરણવાદીઓની(environmentalists) ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવું ભારે પડવાનું છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની સીધી અસર દરિયા નજીકના જૈવિક યંત્રણાને(Biological machinery) થઈ રહી છે. રાયગઢમાં(Raigad) 55 હેક્ટર જમીનને દરિયો ગળી ગયો હોવાનો ચોંકાવનારો અહેવાલ સંશોધકોએ(Researchers) બહાર પાડ્યો છે. સેટેલાઈટ ફોટોની(Satellite photo) મદદથી તેઓએ આ માહિતી મેળવી છે.
તમે જાણો છો 55 હેક્ટર એટલે કેટલી જગ્યા? એક ક્રિકેટ સ્ટેડિયમના(Cricket Stadium) દસ ગણી જગ્યા દરિયો ગળી ગયો હોવાનું સંશોધકોએ જાહેર કર્યું છે. સેટેલાઈટની મદદથી લીધા ફોટોમાં રાયગઢમાં દેવઘર કિનારા(Deoghar shore) પાસેની જમીનને દરિયો પોતાના પેટમાં પધરાવી ચૂક્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો
એક સંસ્થાએ દેવઘરના બાણકોટ ખાડી(Bankot Bay) પાસેના કિનારપટ્ટીનો ઊંડાણમાં અભ્યાસ કર્યો હતો, પ્રાથમિક માહિતી મુજબ 1990થી 2022 દરમિયાન કુલ 55 હેકટર કિનારા પર મેનગ્રોવ્ઝ અને રેતીની ચોપાટીનો ભાગ દરિયામાં ડૂબી ગયો છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે દરિયાની સપાટી વધી રહી છે. તેથી ભવિષ્યમાં જળપ્રલય થઈ શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.