ગુરુવારે માત્ર એક જ દિવસમાં ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઠેકાણે થયેલી તપાસણીમાં 119 જેટલા કોરોનાના દર્દી મળી આવ્યા છે. ચોકાવનારી વાત એ છે કે સૌથી વધુ દર્દીઓ અમદાવાદ ખાતે નોંધાયા છે જેમની સંખ્યા 63 થી વધુ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે. જેમાંથી 4 લોકો વેન્ટીલેટર પર છે.
અનેક લોકો રસી લેવા દોડ્યા.
અમદાવાદમાં કોરોનાના કેસ વધવાની સાથે રસીની ડિમાન્ડ વધી છે. અનેક લોકો રસી લેવા માટે હોસ્પિટલ અને સરકારી સેન્ટર પહોંચી રહ્યા છે. જોકે વેક્સિનનો જથ્થો મર્યાદિત હોવાને કારણે અલગ અલગ હોસ્પિટલો દ્વારા રાજ્ય સરકાર પાસે વધુ વેક્સિનની માંગણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ચાલુ સપ્તાહમાં અનેક રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટેના અગમચેતીના પગલા તાત્કાલિક ધોરણે લેવામાં આવે.
આ સમાચાર પણ વાંચો : સાવચેત રહેજો.. દેશમાં ફરી વધી રહ્યો છે કોરોના, 4 મહિના બાદ એક જ દિવસમાં 700 કોરોના દર્દીઓ; મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોને આરોગ્ય સચિવે લખ્યો પત્ર..