News Continuous Bureau | Mumbai
Gujarat :
- પદવીદાન સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ અપાયો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ
- ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે: ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અર્પણ કરાશે
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં તા.૧૨મીએ સાંજે ૫.૦૦ વાગ્યે સુરતની સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી(SVNIT)નો ૨૦મો પદવીદાન સમારોહ વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાશે. જેમાં SVNITના ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે. રાષ્ટ્રપતિ પદે નિયુક્તિ બાદ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સુરતની પ્રથમવાર મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે પદવીદાન સમારોહની પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Suvali Beach : સુરત નજીક આવેલા સુવાલી દરિયા કિનારે આ તારીખ દરમિયાન યોજાશે ‘બીચ ફેસ્ટિવલ’
નોંધનીય છે કે, રાષ્ટ્રપતિશ્રીની ઉપસ્થિતિમાં ૧૪૩૪ પદવીઓમાં ૧૨૬ પી.એચ.ડી., ૮૦૫ બી.ટેક., ૩૫૫ એમ.ટેક, ૧૪૮ પાંચ વર્ષની ઇન્ટીગ્રેટેડ એમ.એમ.સી.ના વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. ઉપરાંત, ૨૨ વિદ્યાર્થીઓ અને ૬ વિદ્યાર્થિનીઓ મળી કુલ ૨૮ તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત થશે. પદવી મેળવનાર કુલ ૧૪૩૪ વિદ્યાર્થીઓ પૈકી ૨૯૩ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. તમામ ગોલ્ડ મેડાલિસ્ટને રાષ્ટ્રપતિના હસ્તે મેડલ અર્પણ કરાશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.