Gujarat rains: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર થયો પ્રભાવિત, આ ટ્રેનો કરાઈ સંપૂર્ણપણે રદ; જુઓ લિસ્ટ..

Gujarat rains: ગુજરાતમાં ભારે વરસાદના કારણે સામાન્ય જીવન ખોરવાયું છે. જેમાં પાણી ભરાવવાના કારણે રાજ્યની રેલવે અને બસની વ્યવસ્થાઓ પણ ખોરવાઇ છે. અમુક રાજ્યના અમુક વિસ્તારોના રેલવે પાટા પાણીમાં ગરકાવ થતા રેલવે દ્વારા અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે યાત્રિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.

by kalpana Verat
Gujarat rains Western Railway cancels 12 trains following waterlogging at Bajva station; check list here

News Continuous Bureau | Mumbai

Gujarat rains: બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે.  ભારે વરસાદને કારણે જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. રાજ્યમાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે સુરત અને કચ્છ સહિત લગભગ એક ડઝન જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દરમિયાન હવામાન વિભાગે વરસાદથી રાહત નહીં મળે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ (IMD) એ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદને કારણે વધુ પડતા પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે.

આ સમાચાર પણ વાંચોઃ  Gujarat Rain : રાજકોટમાં મેઘાની રમઝટ, લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ

Gujarat rains:  આ ટ્રેનો સંપૂર્ણપણે રદ

  1. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 12934/12933 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
  2. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ
  3. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 82902/82901 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ
  4. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22954 અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત એક્સપ્રેસ
  5. 28મી ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20947/20950 એકતાનગર-અમદાવાદ-એકતાનગર જનશતાબ્દી એક્સપ્રેસ
  6. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ
  7. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ
  8. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19036/19035 અમદાવાદ-વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  9. ટ્રેન નંબર 09496/09495 અમદાવાદ-વડોદરા-અમદાવાદ મેમુ 28 ઓગસ્ટ 2024
  10. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ
  11. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ
  12. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ
  13. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ
  14. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ
  15. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમુ
  16. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 09274 અમદાવાદ-વડોદરા મેમુ
  17. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  18. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ
  19. 28 ઓગસ્ટ 2024ની ટ્રેન નંબર 20959 વલસાડ-અમદાવાદ એક્સપ્રેસ

 

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More