Gujarat: પીએમ મોદીના ગામમાંથી મળ્યા આટલા વર્ષ જુની વસાહતના અવશેષો… જુઓ વિડીયો..

Gujarat: વડનગરમાં પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. ગુજરાતના વડનગરમાં IIT ખડગપુરના નેતૃત્વમાં આ ખોદકામ ચાલી રહ્યું હતું

by Bipin Mewada
Gujarat Remains of 2800 years old settlement found in PM Modi's village... Watch the video

News Continuous Bureau | Mumbai

Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ( PM Narendra Modi ) ગામ વડનગરમાં પુરાતત્વીય વિભાગ દ્વારા ખોદકામ દરમિયાન આશરે 2800 વર્ષ જૂની વસાહતના પુરાવા મળ્યા છે. ગુજરાતના વડનગરમાં IIT ખડગપુરના ( IIT Kharagpur ) નેતૃત્વમાં આ ખોદકામ ચાલી રહ્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીના ગામ વડનગરમાં ( Vadnagar ) મળેલા 2800 વર્ષ જૂના વસાહતના ( old settlements ) અવશેષો અંગે આઈઆઈટી ખડગપુરના જીઓલોજી અને જિયોફિઝિક્સના પ્રોફેસરે કહ્યું હતું કે અમે છેલ્લા ચાર-પાંચ વર્ષથી અહીં ASI સાથે કામ કરી રહ્યા છીએ. 

એક રિપોર્ટ મુજબ, ASI 2016થી અહીં કામ કરી રહ્યું છે અને 20 મીટરની ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું છે. અહીં એક ખૂબ જ જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. તેમણે કહ્યું કે વડનગરનો ઈતિહાસ ઘણો જૂનો છે. અહીં ખોદકામ દરમિયાન સાત સાંસ્કૃતિક સ્તરો બહાર આવ્યા છે. સૌથી જૂની માનવ વસાહત 2800 વર્ષ અથવા 800 બીસીની છે.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Politics: યુબીટી નવી પાર્ટી અને નવા પ્રતીક માટે તૈયાર.. ઉદ્ધવ ઠાકરેએ આપ્યા આ સંકેત.. જાણો વિગતે..

 એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે: રિપોર્ટ

વડનગરમાં 2800 વર્ષ જૂની વસાહતના અવશેષો અંગે ( Archaeological Department ) પુરાતત્વ વિભાગના નિરીક્ષકનું કહેવું છે કે, ગુજરાતના વડનગરમાં તે સમયથી ખોદકામ ચાલી રહ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક રિપોર્ટ મુજબ, અહીં એક લાખથી વધુ અવશેષો મળી આવ્યા છે. આ સભ્યતા જોઈને એવું લાગે છે કે અહીં પાણીની વ્યવસ્થા અને પાણીનું સ્તર હોવું જોઈએ. રિપોર્ટમાં વધુમાં જણાવ્યા અનુસાર, વડનગરમાં અત્યાર સુધીમાં લગભગ 30 જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવ્યું છે. ખોદકામ દરમિયાન મળેલા પુરાવાઓને જોતા એવું લાગે છે કે અહીં વિવિધ ધર્મો જેવા કે – બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મના લોકો ખૂબ જ સુમેળ સાથે રહેતા હતા.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More