News Continuous Bureau | Mumbai
Gujarat State Yoga Board: રાજ્યમાં યોગને ઘરે-ઘરે પહોંચાડવા અને નાગરિકોમાં યોગ વિશે જાગૃતિ લાવવા, તંદુરસ્ત જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હંમેશાં પ્રયત્નશીલ રહ્યું છે. આ સંદર્ભે યોગ બોર્ડ દ્વારા સુરતમાં ઉદ્યોગ ભારતી વિદ્યાલય ખાતે યોગાસન સ્પર્ધા-૨૦૨૫ યોજાઈ હતી.
આ સમાચાર પણ વાંચો: International Womens Conference: આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયું 10મું આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન, વૈશ્વિક શાંતિ ના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે કર્યું સંબોધન..
Gujarat State Yoga Board: યોગ અભિયાનના ભાગરૂપે ગત તા.૯ ફેબ્રુ.ના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગાસન સ્પર્ધા-૨૦૨૫ યોજાઈ હતી. જે પૈકી વિજેતાઓની ઝોન લેવલની સ્પર્ધા ગત રવિવારે પાંડેસરાની ઉદ્યોગ ભારતી વિદ્યાલયમાં યોજાઈ હતી. જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના ૧૨૦ સ્પર્ધકો જોડાયા હતા. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનનાર સ્પર્ધકો ગુજરાતના સૌથી સારા યોગ ચેમ્પિયન ગણાશે અને તેઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધાઓમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed