News Continuous Bureau | Mumbai
Gujarat: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત@૨૦૪૭ના ( Developed India@2047 ) આપેલા વિઝન માટે વિકસિત ગુજરાત@૨૦૪૭ ( Gujarat@2047 ) નું લક્ષ્ય નિર્ધારિત સમય પહેલાં જ પાર પાડવાનું વિઝન ( Vision ) રાખવા જિલ્લા કલેક્ટરો- જિલ્લા વિકાસ અધિકારીઓને ( District Development Officers ) પ્રેરક આહવાન કર્યું છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વિકાસના દરેક ક્ષેત્રે નંબર વન રહેલું ગુજરાત અમૃતકાળના વિકસિત ભારત@૨૦૪૭ના વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં પણ પોતાના રાજ્યનું વિકાસ વિઝન@૨૦૪૭ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય બને તેવી આપણી નેમ છે.
મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં રાજ્યના જિલ્લા કલેક્ટરો-ડી.ડી.ઓ. માટેના વર્કશોપ ઓન વિકસિત ગુજરાત@૨૦૪૭ના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા.
આઝાદીના ૭૫ વર્ષમાં દેશ અને રાજ્યનો જે વિકાસ થયો છે તેના પરિપ્રેક્ષ્યમાં અમૃતકાળનો એટલે કે આવનારા ૨૫ વર્ષનો વિકાસ રોડ મેપ કેવો હોય તેના વિઝનના મંથન-ચિંતન માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતિ આયોગના સહયોગથી વિકસિત ગુજરાત@૨૦૪૭ વિઝન ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યો છે તેમાં કલેક્ટરો-ડી.ડી.ઓ.ના લેખિતમાં મળેલા સુઝાવો-સૂચનોની આ વર્કશોપમાં છણાવટ કરવામાં આવી હતી.
રાજ્યના મહેસાણા, વલસાડ, દાહોદ, અને ભાવનગરના જિલ્લા કલેક્ટરો-જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના જિલ્લામાં તૈયાર થઈ રહેલા પ્રારંભિક વિઝન ડોક્યુમેન્ટનો સારાંશ પ્રસ્તુત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે કહ્યું કે, વાર્ષિક ચિંતન શિબિર દરમિયાન ધ્યાનમાં આવેલું કે, કલેક્ટર, ડી.ડી.ઓ. જેવા જે પાયાના સ્તરના અને ફિલ્ડ લેવલે કામ કરનારા અધિકારીઓ છે તેમના વિકાસ વિઝન ઇનોવેટિવ અને વ્યાપક જનહિતકારી હોય છે.
આ વિઝનનો રાજ્યના લોકોના ભલા માટે વિનિયોગ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની સંકલ્પનાનું વિકસિત ભારત@૨૦૪૭ બનાવવામાં થાય તેવા હેતુથી જે સુઝાવો-સૂચનો કલેક્ટર-ડી.ડી.ઓ. પાસેથી મંગાવ્યા છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભારત@૨૦૪૭ માટે કેટલીક આકાંક્ષાઓ આપી છે. તેમાં સમૃદ્ધિની નવી ઊંચાઈઓ હાંસલ કરવી, ગામડાં અને શહેરો બેયમાં શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવી તેમજ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
આ બધું જ ગુડ ગવર્નન્સના ધ્યેય સાથે સાકાર કરવામાં યુવા અધિકારીઓ પોતાના ઇનોવેટીવ આઈડિયાઝ આપે અને અત્યારથી એવું મિકેનિઝમ વિકસાવે કે યોજનાઓના ૧૦૦ ટકા લાભાર્થી લક્ષ્યાંક, ગ્રીન ગ્રોથ, બેક ટુ બેઝિક, અને મિશન લાઈફ જેવા પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પો પાર પડે તેવી પ્રેરણા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ સમાચાર પણ વાંચો : Air Pollution : દિલ્હી, મુંબઈ ઉપરાંત દેશના આ શહેરો પણ બની રહ્યા છે ગેસ ચેમ્બર, હવાનું પ્રદૂષણ થયું બમણું…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરો-ડી.ડી.ઓ.ને પ્રજાવર્ગોને સંતોષ થાય તેવી નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે પણ સૂચન કરતાં જણાવ્યું કે, હવે અમૃતકાળનું ગુજરાત@૨૦૪૭, કેવું હોય તેના સુઝાવો-સૂચનો પણ તેઓ યોગ્ય સ્તરે સતત આપતા રહે તે જરૂરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત@૨૦૪૭ ના વિઝનને સૌ અધિકારીઓના સહયોગ, પુરુષાર્થ અને કર્તવ્ય નિષ્ઠાથી ગુજરાત અવશ્ય સાકાર કરશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.
મુખ્ય સચિવ શ્રી રાજકુમારે આ વર્કશોપનો હેતુ સ્પષ્ટ કરતા પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, આપણે જ્યારે આવનારા વર્ષનો વિકાસ મેપ કંડારતા હોઈએ ત્યારે વીતેલા વર્ષો તરફ પણ દ્રષ્ટિપાત કરવો જરૂરી છે.
આ અંગે મુખ્ય સચિવશ્રીએ ૧૯૯૭-૯૮ના વર્ષમાં ૯૧ હજાર કરોડના GSDP ની સામે હાલ ૨૨.૬૧ લાખ કરોડ GSDP છે એટલે કે અંદાજે ૧૧ ગણો વધારો થયો છે તેની છણાવટ કરી હતી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતે વિકાસની જે તેજ ગતિ જાળવી રાખી છે તેમાં સ્થિર સરકાર અને પ્રોત્સાહક નીતિઓ ચાલક બળ બન્યા છે. મુખ્ય સચિવશ્રીએ આવનારા સમયના ડેવલપમેન્ટ સેક્ટર્સ તરીકે સેક્ટરલ ટ્રાન્સફોર્મેશન અને ગ્રીન ગ્રોથ સહિતના વિકાસ માટે જિલ્લા કલેકટરોની સક્રિયતાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનાં મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયાએ ભવિષ્યનું ભારત અને ગુજરાત કેવું હશે અને તેમાં યુવા અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય તેવા નવિન વિચારોનું ડોક્યુમેન્ટેશન કરી આ વિકસિત ગુજરાત@૨૦૪૭ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમાં નીતિ આયોગના મળી રહેલા માર્ગદર્શનની સરાહના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Surat: સિટી પ્રાંત અધિકારી વિક્રમ ભંડારીના હસ્તે સૈનિકો- શહીદ સૈનિકોના પરિવારો માટે ‘સશસ્ત્ર સેના ધ્વજદિન’નો ઉદાર હાથે ફાળો આપનાર સંસ્થાઓને સ્મૃતિ ચિન્હ એનાયત.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના રાજ્યોને પોતાના આગવા વિઝન@૨૦૪૭ ડોક્યુમેન્ટ તૈયાર કરવાનું સૂચન કરેલું છે તેમાં નીતિ આયોગે ગુજરાત અને આંધ્ર પ્રદેશની મોડલ ડોક્યુમેન્ટેશન સ્ટેટ માટે પસંદગી કરી છે.
પ્રારંભમાં મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે સૌને આવકાર્યા હતા. નીતિ આયોગના સિનિયર એડવાઈઝર સુશ્રી અન્ના રોયે રાજ્યોના વિઝન ડોક્યુમેન્ટમાં નીતિ આયોગની ભૂમિકા અને રાજ્યો પાસેની અપેક્ષાઓ પ્રસ્તુત કરી હતી.
રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવશ્રીઓ, અગ્ર સચિવશ્રીઓ અને સચિવો આ એક દિવસીય વર્કશોપમાં સહભાગી થયા હતા.