News Continuous Bureau | Mumbai
ઉત્તર પ્રદેશના જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid)માં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કોર્ટે મસ્જિદ(mosque)માં સર્વે(survey)ની આપેલી છૂટ બાદ વીડિયોગ્રાફી(videography) કરવામાં આવી રહી છે. મોટા ભાગની જ્ઞાનવ્યાપી મસ્જિદના વિસ્તારની વિડીયોગ્રાફી કરી લેવામાં આવી છે, જે દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. માનવા મુજબ મસ્જિદની દીવાલો પર હિંદુ ધર્મ(Hindu religion) સાથે જોડાયેલા અનેક નિશાનો મળી આવવાને કારણે અહીં અગાઉ મંદિર હોવાનો હિંદુ પક્ષનો દાવો વધુ મજબૂત થયો હોવાનું કહેવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે કોર્ટના વિડિયોગ્રાફી અને સર્વે કરવાના આદેશનો અત્યાર સુધી મસ્જિદ કમિટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, જોકે છેવટે કોર્ટના કડક આદેશનું પાલન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી લગભગ 65 ટકા સર્વેનું કામ થઈ ગયું હોવાનું કહેવાય છે. બાકી રહેલા સર્વેનું કામ આજે કરવામાં આવી રહ્યું છે
મસ્જિદની તિજોરી બાદ ઉપરના ઢાંચાની પણ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી હતી. શનિવારે સર્વે દરમિયાન મળેલા નિશાનો બાદ હિંદુ સંગઠનોએ(Hindu organizations) કરેલા દાવા મુજબ તેમનો પક્ષ વધુ મજબૂત થયો છે. હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈનના(harishankar jain) કહેવા મુજબ તેઓએ જે પણ દાવા કર્યા હતા તે પ્રકારના પુરાવા મળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન ખાતાનું યલો એલર્ટ.. જાણો વિગતે.
હરિશંકરના કહેવા મુજબ જ્ઞાનવ્યાપીના સર્વે દરમિયાન જે પણ કઇ મળી રહ્યું છે તે હિંદુઓના પક્ષમાં છે. રવિવારે સવારે ૮થી ૧૨ વાગ્યા સુધી ચાર કલાક સર્વેની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમી દિવાલ, નમાઝ સ્થળ સહિતના કેટલાક સ્થળોએ ફરી વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. આ દરમિયાન એક રૂમમાં પાણી અને કાટમાળ હોવાથી સર્વેની કામગીરી નહોતી થઇ શકી. જોકે આજે દોઢથી બે કલાક સુધી સર્વેની કામગીરી કરાવવામાં આવે એવી શક્યતા છે. આજે સર્વે પૂરો કરીને આવતી કાલે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.
જ્ઞાનવાપી મસ્જિદના અત્યાર સુધીના સર્વે દરમિયાન દિવાલો પર ત્રિશૂલ અને સ્વસ્તિકના નિશાન જોવા મળ્યા હતા. જ્યારે અંદર મગરમચ્છની મૂર્તિ, દેવી-દેવતાઓના ખંડિત અવશેષો, દેવતાઓને રાખવાની જગ્યા, ભોંયરામાં ઘંટ, મસ્જિદની અંદર બે કૂવા વગેરે પણ મળી આવ્યા હતા. વિડીયોગ્રાફી દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત બહાર આવી છે, જે મુજબ અહીં અંદર અને બહાર એમ કુલ પાંચ ભોયરા મળી આવ્યા છે. જેમાંથી એક ભોંયરાનો દરવાજો બીજા ભોંયરા પાસે મળ્યો હતો. દરવાજા ખોલતા આગળ એક ટનલ જણાઈ હતી. એવું માનવામાં આવે છે કે આ ટનલ સીધી ગંગા કિનારે જાય છે. ભૂતકાળમાં લોકો ગંગામાં સ્નાન બાદ સીધા આ મંદિરમાં પૂજા કરવા આવતા હતા. તેથી અહીં હિન્દુ મંદિર જ હોવાનો દાવો સિદ્ધ થતું હોવાનું હિંદૂ સંગઠને કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : આ વર્ષે કેરળમાં ચોમાસું એક સપ્તાહ વહેલું આવશે, આ તારીખે થઇ શકે છે મેઘરાજાનું આગમન.. હવામાન વિભાગનો વર્તારો..
જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની(Vishwanath temple) નજીક આવેલી છે. સ્થાનિક કોર્ટમાં મહિલાઓના એક સમૂહ દ્વારા મસ્જિદની દિવાલો પર દૈનિક દર્શન અને પ્રાર્થનાની અનુમતીની માગણી કરી હતી જેની કોર્ટ દ્વારા સુનાવણી ચાલી રહી છે.