News Continuous Bureau | Mumbai
બોટાદમાં(Botad) એક કલાકમાં બે ઇંચ મેઘ મહેર નવાપરા (Megh Meher Nawapara) સહિતના વિસ્તારોમાં ગોઠણસમાણ પાણી ભરાઇ (water filled) જતા વાહનચાલકો અને રાહદારીઓ(motorists and pedestrians) પરેશાન ભાવનગર(Bhavnagar) શહેરમાં આજે ભાદરવામાં ભરપૂર વરસાદ(Heavy rain) વરસ્યો અને પોણો કલાકના સમયગાળામાં અષાઢી ધારાએ દોઢ ઇંચ વરસાદ ખાબકી જતા શહેરમાં ઘણા નીચાણવાળા વિસ્તારોમાં (low lying areas) જળબંબાકાર(Water bombing) જેવી સ્થિતિ સર્જાઇ હતી. ભાવનગર શહેર ઉપરાંત આજે જેસરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વલ્લભીપુર, સિહોર અને ગારિયાધારમાં અડધો ઇંચ કે તેનાથી વધુ વરસાદ વરસી ગયો હતો. પાલિતાણા અને ઘોઘામાં પણ હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. ભાવનગર જિલ્લામાં આજ સુધીમાં કુલ સરેરાશ વરસાદ 535 મી.મી. થયો છે જે કુલ વાર્ષિક સરેરાશ વરસાદ 617 મી.મી.ના 87.54 ટકા થાય છે. બોટાદ જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે મુશળધાર વરસાદ વરસવાનું શરૂ થતા માત્ર 1 કલાકમાં બોટાદમાં 2 ઈચ વરસાદ વરસ્યો હતો બોટાદના ગઢડા રોડે ગાયને ઈલેક્ટ્રીક શોક(Electric shock) લાગતા ગાયુનું મોત થયુ હતુ. ભાવનગર શહેરમાં આજે ત્રણેક વાગ્યા આસપાસ વરસાદી માહોલ જામ્યો હતો. વીજ ગર્જના સાથે ધોધમાર વરસાદ વરસવો આરંભાયો હતો અને દોઢેક ઇંચ વરસાદ વરસી જતા શહેરના હજૂર પાયગા રોડ, હાઇકોર્ટ રોડ, નવાપરા સહિતના વિસ્તારોમાં ગોઠણ સમાણ પાણી ભરાઇ જતા બાઇક બંધ થતા વાહનચાલકો અને પાણી ભરાયા હોય રાહદારીઓને ચાલવામાં પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. વલભીપુરમાં આજરોજ બપોરના બે વાગ્યા પછી ધમાકેદાર રીતે શરૂ થયેલો વરસાદ 20 મિનિટમાં 15 મી.મી. એટલેકે, અડધો ઈંચ પડી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : થાણેમાં વરસાદ અને પવનનો કહેર- તૂટી પડેલા ઝાડે કારની લગાવી વાટ-જુઓ ફોટો