News Continuous Bureau | Mumbai
Himachal Political Crisis: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. મંગળવારે આ સંકટ ત્યારે આવ્યું, જ્યારે કોંગ્રેસના ( Congress ) છ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ( BJP ) ના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ ( Cross voting ) કર્યું. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજને કોંગ્રેસના જાણીતા ચહેરા અભિષેક મનુ સિંઘવીને હરાવ્યા હતા. આ ઘટનાક્રમે વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત માટે સ્ટેજ સેટ કર્યો હતો. વિપક્ષી નેતા અને બીજેપીના અન્ય ધારાસભ્યોએ આજે સવારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને ( Shiv Pratap Shukla ) મળ્યા હતા અને રાજ્ય વિધાનસભામાં સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વવાળી સરકાર ( Himachal Pradesh ) માટે ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી.
રાજ્યસભામાં ગઈકાલે મતદાન વખતે બંને ઉમેદવારોને 34-34 મતો મળતા ટાઈ થઈ હતી. પરંતુ તે પછી ( Harsh Mahajan ) મહાજનને ‘ડ્રો’ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. 68 સભ્યોની વિધાનસભામાં 40 ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે. રાજ્યમાં ભાજપના 25 ધારાસભ્યો છે અને ત્રણ ધારાસભ્યો અપક્ષ છે. રાજ્યસભા બેઠકનું પરિણામ ઔપચારિક રીતે જાહેર થાય તે પહેલા જ સુખવિંદર સિંહ સુખુની 14 મહિના જૂની સરકાર સામે ભાજપ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
તે બાદ પૂર્વ સીએમ જયરામ ઠાકુરે ( Jairam Thakur ) રાજ્પાલને મળ્યા હતા તે સમયે નિવેદન આપતા કહ્યું હતું કે, “અમે તાજેતરમાં વિધાનસભામાં જે બન્યું તે વિશે રાજ્યપાલને માહિતગાર કરીશું. અમે નાણાકીય બિલ ( Financial Bill ) પર કટ મોશન દરમિયાન વિભાજનની માંગણી કરી હતી, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. આ પછી માર્શલે તમામ ધારાસભ્યો સાથે જે રીતે તેઓને કહ્યું. વર્તન યોગ્ય ન હતું. અમે આ મામલો રાજ્યપાલ સમક્ષ ઉઠાવીશું.” મીડિયા સાથે વાત કરતા જયરામ ઠાકુરે કહ્યું કે અમે બજેટ રજૂ કરતા પહેલા ડિવિઝન વોટિંગ ઈચ્છીએ છીએ, પરંતુ સ્પીકર તેને મંજૂરી આપી રહ્યા નથી. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય કટોકટી ટાળવા માટે બજેટ પસાર થાય. અમે મતદાનની માંગ કરી રહ્યા છીએ કારણ કે કોંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
અમને શંકા છે કે વિધાનસભાના સ્પીકર બજેટને સરળતાથી પસાર કરવા માટે ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકે છેઃ જયરામ ઠાકુર..
દરમિયાન, રાજ્યપાલને મળ્યા બાદ પૂર્વ સીએમ જયરામ ઠાકુરે મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, તેમણે બજેટ પર મતોના વિભાજનની માંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે કોંગ્રેસ સરકારની ફ્લોર ટેસ્ટની માંગ કરી છે. ઠાકુરે કહ્યું કે તેમણે રાજ્યપાલને વર્તમાન ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને પરેશાન કરીને પક્ષપલટા વિરોધી નિયમ હેઠળ કાર્યવાહી કરવાનો ઈરાદો બતાવી રહી છે. જેના કારણે કોંગ્રેસે ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને નોટિસ આપી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Pey Jal Survekshan Awards : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રથમ પે જલ સર્વેક્ષણ પુરસ્કાર આપવામાં આવશે
પૂર્વ સીએમ જયરામ ઠાકુરે આગળ કહ્યું હતું કે, અમને શંકા છે કે વિધાનસભાના સ્પીકર બજેટને સરળતાથી પસાર કરવા માટે ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી શકે છે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરનારા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને નોટિસો મળી શકે છે…
તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે રાજ્યસભાની ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના ઘણા પક્ષના ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યા બાદ ભાજપ પર વિરોધ પક્ષોને તોડવાનો આરોપ લગાવ્યો અને મિડીયા સાથે વાત કરતા કહ્યું કે, જો વિપક્ષની સરકારો આ રીતે અસ્થિર થતી રહશે. તો દેશમાં લોકશાહી ખતમ થઈ જશે. જ્યારે હિમાચલ પ્રદેશના વિકાસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ખડગેએ કહ્યું, “જો તમે ચૂંટાયેલી સરકારને તોડી નાખો છો, તો આ કેવી લોકશાહી છે?” અગાઉ મધ્યપ્રદેશ, કર્ણાટક, મણિપુર અને ગોવામાં આવું બન્યું હતું… તમે લોકો દ્વારા ચૂંટાયાને ન આવો, તો નેતાઓને ડરાવી-ધમકાવીને કામ કરો છો, શું આ લોકશાહી છે?
કોંગ્રેસના ઉમેદવારની હારથી સુખુની આગેવાનીવાળી સરકારની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે કારણ કે 29 ફેબ્રુઆરીએ રાજ્યની વિધાનસભામાં 2024-25નું વાર્ષિક બજેટ પસાર થવાનું છે અને ગૃહમાં બહુમતી સાબિત કરવી તેમના માટે મોટો પડકાર બની શકે છે. સિંઘવીની હાર બાદ રાજ્યના વિપક્ષી નેતા જયરામ ઠાકુર અને હિમાચલ પ્રદેશ ભાજપ એકમના અધ્યક્ષ રાજીવ બિંદલે મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી કરી હતી.
તેમજ ભાજપના ધારાસભ્યો આજે સવારે રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લાને મળ્યા હતા. તો ભાજપ આવતીકાલે ગુરુવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. ભાજપના હર્ષ મહાજને કહ્યું કે કોંગ્રેસ સરકાર પાસે બહુમતી નથી. તેમણે કહ્યું, “રાજ્ય સરકાર હાલમાં લઘુમતીમાં છે. સરકારમાં બેઠેલા લોકો આ રીતે આવવા તૈયાર છે. તેઓ સરકારથી નારાજ છે. તેઓ એટલા નારાજ છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. આ સરકાર નહીં ચાલે.”
આ સમાચાર પણ વાંચો : Tamil Nadu : PM મોદીનો સાઉથ ઇન્ડિયન લૂક, પ્રધાનમંત્રી એ તમિલનાડુના મદુરાઈ મીનાક્ષી અમ્મા મંદિરમાં ઝુકાવ્યું શીશ, લીધા ભગવાનના આશીર્વાદ