News Continuous Bureau | Mumbai
હૈદરાબાદમાં (Hyderabad) 2019ના વેટરનરી ડોકટરના(Veterinary doctor) બળાત્કાર કેસના(Rape case) આરોપીઓના બહુ ચર્ચિત એન્કાઉન્ટરને(Encounter) સુપ્રીમ કોર્ટ(Supreme Court) દ્વારા નીમવામાં આવેલા કમિશને બનાવટી ગણાવ્યું છે. પંચે આ ફેક એન્કાઉન્ટર માટે પોલીસને જવાબદાર ગણાવ્યું છે.
કમિશને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે પોલીસે જાણીજોઈને ગોળીઓ છોડી હતી, જેથી આરોપીઓ મરી જાય. સુપ્રીમ કોર્ટે આ રિપોર્ટ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ આગળની કાર્યવાહી માટે કેસને તેલંગણા હાઈકોર્ટ(Telangana High Court) માં મોકલવામાં આવ્યો છે.
હૈદરાબાદમાં 26 નવેમ્બર, 2019ની રાતના 27 વર્ષની વેટરનરી ડોક્ટર પર બળાત્કાર કરવામાં આવ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 6 ડિસેમ્બરના વહેલી સવારના 3 વાગે ચારેય આરોપીઓને શંકાસ્પદ એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા. તેની સામે ભારે ઉહાપોહ થયો હતો અને એન્કાઉન્ટરને બનાવટી ગણાવવામાં આવ્યું હતું. થોડા દિવસ બાદ સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ(Retired Justice) વીએસ સિરપુરકની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી.
આ સમાચાર પણ વાંચો : ભરઉનાળે આ રાજ્યમાં વાવાઝોડાનો કહેર, 16 જિલ્લામાં વીજળી-વાવાઝોડાના કારણે 33ના મોત, સરકારે કરી 4 લાખ રુપિયાના વળતરની જાહેરાત…
કોરોનાને(Corona) કારણે છ મહિનાને બદલે છેક આ વર્ષે જાન્યુઅરીમાં કમિશને પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સબમીટ કર્યો હતો. રિપોર્ટ મુજબ આ એન્કાઉન્ટ બનાવટી હતું અને આ એન્કાઉન્ટર પોલીસે જાણીજોઇને કર્યું હતું.