News Continuous Bureau | Mumbai
Illegal Tree Cutting: મહારાષ્ટ્ર કેબિનેટે વૃક્ષ કાપવા અને (નિયમો) અધિનિયમ 1964 ની કલમ 4માં જરૂરી ફેરફારો કરવાની મંજૂરી આપી છે. રાજ્ય કેબિનેટે બુધવારે ગેરકાયદેસર વૃક્ષો કાપવા બદલ દંડ એક હજારથી વધારીને 50 હજાર રૂપિયા કરવાની મંજૂરી આપી છે. કેબિનેટના નિર્ણયો મુજબ ઝાડ કાપવા ( Tree Cutting ) માટે વપરાતા હથિયારો, વાહનો, બોટનો ઉપયોગ થાય તો તેને જપ્ત કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
Illegal Tree Cutting : સરકારે આ કાયદો કેમ બનાવ્યો.
મહારાષ્ટ્ર સરકાર ( Maharashtra Cabinet ) અત્યાર સુધી વૃક્ષ કાપવા સંદર્ભેના કાયદાની જોગવાઈઓ હળવી રખી હતી. જેને કારણે અનેક જગ્યાએ વૃક્ષોની કતલ જોવા મળી હતી. આ સંદર્ભે સરકારે ( Maharashtra Government ) હવે કડક પગલાં લીધા છે. કેબિનેટની મિટીંગમાં આ સંદર્ભે ચર્ચા થઈ હતી અને સરકારે કડક પગલાં લીધા.
આ સમાચાર પણ વાંચો: Naga chaitanya and Sobhita dhulipala: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા બાદ આજે નાગા ચૈતન્ય કરશે શોભિતા ધુલિપાલા સાથે સગાઇ? જાણો શું છે રિપોર્ટ નો દાવો
Illegal Tree Cutting: કાયદો ક્યારથી લાગુ થશે?
કેબિનેટે નિર્ણય લીધા પછી આ કાયદો અમલી બન્યો છે. જોકે અલગ અલગ મહાનગરપાલીકાઓએ ( BMC) આ સંદર્ભે નવા કાયદાઓ બનાવ્યા છે. હવે રાજ્ય સરકારનો નિર્ણય અમલી બનતાજ તમામ પાલિકાઓ નિર્ણયને બદલશે તેમજ નવો નિર્ણય લાગુ કરશે