News Continuous Bureau | Mumbai
Income Tax Raid: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં આઈટીના દરોડામાં 52 કિલો સોનું અને 9.86 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો છે. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
Income Tax Raid: જંગલોમાં એક કાર પર દરોડો પાડવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં એક કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર ઈનોવા કારમાંથી કુલ રૂ.9.86 કરોડની રોકડ મળી આવી હતી.
🚨#BHOPAL : Income Tax department and police recovered 52 Kg Gold and ₹10 crore in cash from an Innova Car lying abandoned in the jungle of Mendori in the Ratibad area. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area.
The gold is worth ₹42 Crore Rupee pic.twitter.com/imyrVmTUaq
— Amitabh Chaudhary (@MithilaWaala) December 20, 2024
Income Tax Raid: 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા
આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 9 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.
આ સમાચાર પણ વાંચો : Meerut Stampede: મેરઠમાં શિવ મહાપુરાણ કથામાં નાસભાગ, અનેક મહિલાઓ ઘાયલ..
Income Tax Raid: આટલી મોટી રોકડ અને સોનું આવ્યું ક્યાંથી ?
મીડિયા રિપોર્ટ અનુસાર આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગે આ સંદર્ભે તપાસ તેજ કરી છે અને સંબંધિત દસ્તાવેજો અને પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો. આ સિવાય લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ આરટીઓ કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદી તેમજ 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)