News Continuous Bureau | Mumbai
Khelo India : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Narendra Modi ) શુક્રવારે ચેન્નાઈમાં ‘ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ’નું ( Khelo India Youth Games ) ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન પણ વડાપ્રધાન મોદી સાથે જોડાયા હતા. ત્યારે હવે આ ઈવેન્ટનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે, જેમાં સીએમ સ્ટાલિન સ્થળ તરફ જતા સમયે થોડી ઠોકર ખાય છે, ત્યારબાદ પીએમ મોદી તેમનો હાથ પકડીને તેમને સંભાળતા જોવા મળે છે.
જુઓ વિડીયો
PM Modi just saved Stalin from slipping away 🙌 pic.twitter.com/WL5y4yCMNa
— Rishi Bagree (@rishibagree) January 19, 2024
પીએમ મોદીએ તરત જ લંબાવ્યો હાથ
આ વીડિયોમાં પીએમ મોદી અને સીએમ સ્ટાલિન ( MK Stalin ) સ્થળ તરફ સાથે ચાલતા જોવા મળે છે. આ દરમિયાન સ્ટાલિનના પુત્ર અને રાજ્યના ખેલ મંત્રી ઉધયનિધિ ( udhayanidhi stalin ) પણ તેમની સાથે હતા. પછી સ્ટાલિન અચાનક લપસી જાય છે અને તેમનું સંતુલન થોડું ગુમાવી દે છે. જો કે, પછી પીએમ મોદીએ તરત જ હાથ લંબાવીને સ્ટાલિનને સંભાળી લીધા. આ પછી બંને સ્ટેજ પર પહોંચ્યા અને દર્શકોનું અભિવાદન કર્યું.
આ સમાચાર પણ વાંચો : IPL Title Sponsor: ટાટા ગ્રુપ જ રહેશે IPL ટાઇટલ સ્પોન્સર, 5 વર્ષ માટે ચુકવશે અધધ કરોડ રૂપિયા..
ખેલો ઈન્ડિયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવા, ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય એક્સપોઝર આપવા અને ભારતને વૈશ્વિક સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું હબ બનાવવા માટે પ્રયત્નશીલ છે. યુપીએ શાસન દરમિયાન રમત-ગમત સંબંધિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આરોપોને ટાંકીને, તેમણે દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે ‘રમતની અંદરની રમત’નો અંત લાવી દીધો છે. દરમિયાન એમકે સ્ટાલિને કહ્યું કે તમિલનાડુને દેશની રમતગમતની રાજધાની બનાવવી એ ડીએમકે સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.