News Continuous Bureau | Mumbai
Maharashtra Fastag : આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ મંત્રાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિરયન મુજબ આગામી 1 એપ્રિલ, 2025થી રાજ્યમાં તમામ વાહનો માટે FASTag ફરજિયાત થઇ જશે. ઉપરાંત, સરકારની પ્રવર્તમાન જાહેર ખાનગી ભાગીદારી નીતિને 2014માં સુધારવામાં આવશે. આ સાથે કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્ર સરકારના કાર્યપ્રણાલીના નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તેથી હવે જે વાહનોમાં FASTag નથી તેમને હવે તેનો અમલ કરવો પડશે.
Maharashtra Fastag : તમામ વાહનો માટે FAST-ટેગ ફરજિયાત
પ્રાપ્ત માહિતી અનુસાર આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ફાસ્ટ ટેગને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની હાલની પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ પોલિસી- 2014માં સુધારો કરવામાં આવશે અને 1 એપ્રિલ, 2025થી રાજ્યમાં તમામ વાહનો માટે FAST-ટેગ ફરજિયાત કરવામાં આવ્યું છે. સરકારના નિર્ણય મુજબ 1 એપ્રિલથી તમામ ફોર વ્હીલર માટે ફાસ્ટ ટેગ ફરજિયાત બની જશે.
ફાસ્ટ ટેગ પ્રોગ્રામ રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ટેક્નોલોજી પર ચાલે છે. ફાસ્ટ ટેગ સાથે, ટોલ બૂથ પર રોકાયા વિના અને ટોલ ચૂકવ્યા વિના ફાસ્ટ ટેગ કોડ સ્કેન કરીને સીધા ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. આ માટે, FASTag સાથે જોડાયેલા બેંક વૉલેટમાંથી પૈસા ડિજિટલી કાપવામાં આવે છે. ફાસ્ટ ટેગ 5 વર્ષ માટે માન્ય છે. તમારા બેંક ખાતામાંથી ટોલની રકમ આપોઆપ કપાઈ જાય છે. ફાસ્ટ ટેગ ટોલ પ્લાઝા પર વાહનોની ભીડને ટાળી શકે છે.
Mumbai News : OMG… એક જ નંબરની બે કાર, મુંબઈની તાજ હોટલની સામે ઉભી હતી બે ગાડી; આ રીતે થયો મામલાનો ખુલાસો..
Maharashtra Fastag : ફાસ્ટ ટેગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ
મહત્વનું છે કે ફાસ્ટ ટેગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. ફાસ્ટ ટૅગ્સ RTO ઑફિસો, સેવા કેન્દ્રો, ટ્રાફિક કેન્દ્રો અને અમુક પસંદગીના પેટ્રોલ પંપો અને કેટલીક બેંકો પર ઉપલબ્ધ છે. બેંકો, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની અને નેશનલ હાઇવે ઓથોરિટી જેવા સ્થળોએ FASTag વેચવા માટે ખાસ વેચાણ કેન્દ્રો છે. આના દ્વારા તમે ફાસ્ટ ટેગ લઈ શકો છો. ફાસ્ટ ટેગ મેળવવા માટે તમારી પાસે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. રહેણાંકના સરનામાના પુરાવા તરીકે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર ઓળખ કાર્ડ આપવું પડશે.