News Continuous Bureau | Mumbai
અત્યંત વ્યસ્ત ગણાતા અને વાહનચાલકો(Motorists) માટે દિવસેને દિવસે જોખમી બની ગયેલા મુંબઈ-પુણે એક્સપ્રેસ વે(Mumbai-Pune Expressway) પર ચોથી લેનનું વિસ્તરણ કરવાનું સરકાર વિચારી રહી છે. હાલ ચાલી રહેલા ચોમાસું અધિવેશનમાં(monsoon session) ડેપ્યુટી ચીફ મિનિસ્ટર(Deputy Chief Minister) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) વિધાનસભામાં(Assembly) તેની માહિતી આપી હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા નિયમ 105 હેઠળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેને લઈને ઉપસ્થિત કરવામાં આવેલી લક્ષવેધી સૂચના પર જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે. આ હાઈવે પર ટ્રાફિક નિયમન(Traffic regulation) કરવા માટે 'ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' (Intelligent Traffic Management System') લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(Artificial Intelligence) નો ઉપયોગ કરવામાં આવશે. આ લેનમાંથી બહાર નીકળતા ટ્રોલર્સની (trollers) તાત્કાલિક માહિતી આપશે.
આ સમાચાર પણ વાંચો :દક્ષિણ મુંબઈનો આ મહત્વપૂર્ણ બ્રીજ વર્ષ 2024 સુધી બંધ
ફડણવીસે કહ્યું હતું કે અકસ્માતમાં પીડિતોને તાત્કાલિક મદદ મળે તે માટે સિસ્ટમ વિકસાવવામાં આવશે. આ સિસ્ટમમાં મહત્તમ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે અકસ્માતો અટકાવવા તાલીમ અને જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે.