Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર સરકાર ની હાલત એક સાંધો ત્યાં તેર તૂટે એવી. પરિસ્થિતિ સંભાળતા નથી આવડતું અને હવે રાજકારણ કરવું છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

આખા દેશમાં અંદાજે સવા બે લાખ જેટલા કોરોના ના કેસ નોંધાયા છે. આમાનો દરેક પાંચમો વ્યક્તિ મહારાષ્ટ્રનો નાગરિક છે. એટલે કે દેશના કુલ કોરોના કેસમાં મહારાષ્ટ્રમાં ૨૦ ટકા કેસ છે.

મહારાષ્ટ્ર ની પરિસ્થિતિ આટલી કેમ ખરાબ છે? શા માટે રાજ્ય સરકાર પરિસ્થિતિને કાબૂમાં નથી લઈ શકતી? વૈદ્યકીય સુવિધાઓ નબળી કેમ છે? લોકોને દવા કેમ નથી મળતી? લોકડાઉન હોવા છતાં બહાર ભીડ કેમ છે? આવા પ્રશ્નોના કોઈ નક્કર જવાબ રાજ્ય સરકાર પાસે નથી.

હવે જ્યારે પરિસ્થિતિ હાથની બહાર જઈ રહી છે ત્યારે જોરદાર અને લોહિયાળ રાજકારણ રમવું છે. મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકાર પર આરોપ લગાડયો છે કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ મહારાષ્ટ્ર સરકારને દવા ન વેચે એવું ફરમાન આવ્યું છે. જો કે રાજ્ય સરકાર પાસે અત્યારે દવાનો જથ્થો નથી શું તેની માટે પણ કેન્દ્ર સરકાર જવાબદાર? પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે પોતાના કાબુમાં હતો ત્યારે રાજ્ય સરકારે શું તૈયારી કરી? આખા વિશ્વમાં કોરોના ની ત્રણથી ચાર લહેર આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે શા માટે તૈયારીના કરી?

પોતાના બેજવાબદાર ભર્યા વર્તન બદલ અને લોકોના મડદા પર રાજકારણ રમી ને શું મહારાષ્ટ્ર સરકાર પોતાની પ્રતિષ્ઠા બચાવી શકશે?

મહારાષ્ટ્ર સરકારનો ગંભીર આરોપ, કેન્દ્ર સરકારે કંપનીઓને રેમડેસિવર મહારાષ્ટ્ર સરકારને વેચવાની ના પાડી છે. હવે રાજ્ય સરકાર આ પગલું લેશે.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version