Site icon

Maharashtra Politics: સીટ ફાળવણીને લઈને મહાયુતીમાં ભારે મૂંઝવણ, ભાજપ નેતાઓ હવે દિલ્હી જવા રવાના..

Maharashtra Politics: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર આવ્યા પછી પણ આ પ્રશ્ન યથાવત છે. શિંદે જુથ 13 સીટો પર હાલ ચૂંટણી લડવા મક્કમ છે. તો બીજી તરફ અજિત પવારનું જૂથ પણ 9 બેઠકો માટે દબાણ કરી રહ્યું છે. તો ભાજપ 32 બેઠકો પર તેનો કબજો જમાવી રહ્યો હોવાથી આ મામલામાં હાલ પેચ ફસાયો છે…

Maharashtra Politics Great confusion in Mahayuti regarding seat allocation, BJP leaders now leaving for Delhi.

Maharashtra Politics Great confusion in Mahayuti regarding seat allocation, BJP leaders now leaving for Delhi.

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics: લોકસભાની ચૂંટણી નજીકમાં છે. આવી સ્થિતિમાં તમામનું ધ્યાન મહાયુતિના ( Mahayuti ) બેઠક ફાળવણી તરફ છે. રાજ્યમાં મહાયુતીમાં હાલ મોટી મૂંઝવણ સર્જાઈ છે અને બેઠક ફાળવણીની અવિરત પ્રક્રિયાનો હજી કોઈ ઉકેલ આવ્યો નથી. શિંદે જૂથ અને અજિત પવાર ( Ajit Pawar ) જૂથ ભાજપ પાસેથી બેઠકો મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળે છે. જો કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્ર આવ્યા પછી પણ આ પ્રશ્ન યથાવત છે. શિંદે જુથ 13 સીટો પર હાલ ચૂંટણી લડવા મક્કમ છે. તો બીજી તરફ અજિત પવારનું જૂથ પણ 9 બેઠકો માટે દબાણ કરી રહ્યું છે. તો ભાજપ ( BJP ) 32 બેઠકો પર તેનો કબજો જમાવી રહ્યો હોવાથી આ મામલામાં હાલ પેચ ફસાયો છે. 

Join Our WhatsApp Community

સીટ ફાળવણી પર અંતિમ નિર્ણય દિલ્હીમાં જ લેવામાં આવશે…

દરમિયાન ગઈકાલે સીએમ એકનાથ શિંદેએ ( Eknath Shinde ) અમિત શાહને મળ્યા હતા. જેમાં દીપક કેસરકર પણ તેમની સાથે હતા. જે બાદ એવી પણ ચર્ચા છે કે અજિત પવાર પણ આ જ બેઠકમાં સામેલ હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહની ( Amit Shah ) હાજરીમાં મુંબઈમાં સીટ ફાળવણીને લઈને ચર્ચા થઈ હતી. પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. જે બાદ રાજ્યના ભાજપના નેતાઓ દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક માટે રવાના થયા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi: ચૂંટણી પંચે રાહુલ ગાંધી વિરુદ્ધ એડવાઈઝરી જારી કરી, પીએમ મોદી વિરુદ્ધની ટિપ્પણી પર આપી ચેતવણી..

પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ( Devendra Fadnavis ) , પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર ( Ashish Shelar ) , ચંદ્રકાંત પાટીલ અને પ્રવિણ દરેકર દિલ્હી ( Delhi ) જવા રવાના થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સીટ ફાળવણી પર અંતિમ નિર્ણય દિલ્હીમાં જ લેવામાં આવશે.

Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
LPG Crisis Hits Maharashtra: સાહેબ, રિક્ષા નહીં ચાલે તો રસોડું કેમ ચાલશે?’: મહારાષ્ટ્રમાં LPG ની અછતથી રિક્ષાચાલકો બેહાલ; ભૂખમરાની નોબત વચ્ચે છલકાયું દર્દ.
Ashok Kharat Nashik Arrest:પાખંડી બાબા અશોક ખરાતની હેવાનિયત: રિમોટવાળા સાપથી બતાવતો ‘ચમત્કાર’ અને લાખોમાં વેચતો આંબલીના કચુકા; ચોંકાવનારા ખુલાસા
Stock Market Crash: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’! સેન્સેક્સ-નિફ્ટીમાં કલ્પના બહારનો કડાકો; રોકાણકારોમાં ફફડાટ, હવે આગળ શું કરવું?
Exit mobile version