News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ(Raj thackeray) મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની માગણી સાથે કરેલા આંદોલને રાજ્યમાં વાતાવરણ ડહોળ્યું છે. MNS નેતા બાલા નંદગાંવકર(Bala Nandgaonkar) રાજ્યના ગૃહમંત્રી(State home minister) દિલીપ વાલ્સે પાટિલ(Dilip Walse Patil)ને મળ્યા હતા અને તેમણે મુસ્લિમ સંગઠનો તરફથી રાજ ઠાકરે(Raj Thackeray)ને જાનથી મારવાની ધમકી મળી હોવાની ફરિયાદ કરી હોવાની મીડિયામાં અહેવાલ વહેતા થયા છે.
મીડિયા હાઉસમાં આવેલા અહેવાલ મુજબ MNSએ દાવો કર્યો છે કે રાજ ઠાકરે, બાલા નંદગાંવકર સહિત અન્ય નેતાઓને મસ્જિદમાં લાગેલા લાઉડસ્પીકરનો(Loudspeaker) વિરોધ કરવા બદલ મુસ્લિમ સંગઠનો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે નંદગાંવકર આ ધમકીઓ વિશે માહિતી આપવા માટે ગૃહ પ્રધાનને મળ્યા હતા. જો કે હજુ સુધી MNS તરફથી કોઈ સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
આ સમાચાર પણ વાંચો : એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.
જોકે મિડિયામાં બાળા નાંદગાવકરે(Bala Nandgaonkar) એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે કે રાજ ઠાકરેને ધમકીભર્યો પત્ર આવ્યો છે પણ તે કોણે લખ્યો છે તે લખવામાં આવ્યું નથી.
દરમિયાન, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાજ ઠાકરે દ્વારા મુખ્ય પ્રધાનને લખેલા પત્રની પૃષ્ઠભૂમિ પર બાલા નંદગાંવકરે ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલને મળ્યા હતા કારણ કે રાજ ઠાકરે પોતાના પત્રમાં રાજ્ય સરકાર પર MNS કાર્યકર્તાઓ પર બદલો લેવાનો આરોપ લગાવ્યો હતો.