ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 14 એપ્રિલ 2021.
બુધવાર.
કોરોના જ્યાં વ્યાપક સ્તરે વિફર્યો છે અને લોકોને પોતાની ચપેટમાં લે છે. ત્યાં એવા પણ અમુક લોકો જે આ મહામારીને ગંભીર ન ગણતા તબીબી પરિક્ષણનો સહારો લઈને પોતાનો સ્વાર્થ સાધે છે. મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે અનેક રાજ્યોએ પોતાની હદમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુજરાત રાજ્યમાં પ્રવેશવા માગતા લોકો માટે આ કાયદો ફરજિયાત છે.
મુંબઈના કાલબાદેવી વિસ્તાર થી અમદાવાદ જતી એક પ્રાઇવેટ બસના 39 લોકો પાસે કોરોનાનો ફેક રિપોર્ટ હતો. આ 39 લોકોમાં બસના સ્ટાફ સાથે પ્રવાસીઓ પણ સામેલ હતા. તેમની પાસે RT-PCR Covid -19 નેગેટિવ ના ફેક રિપોર્ટ હતા. આ નકલી રિપોર્ટ હાથમાં આવતા જ પોલીસે મુસાફરી રદ કરી દીધી હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર, 33 પેસેન્જરોના રિપોર્ટ તપાસવામાં આવ્યા હતા,જે નકલી સાબિત થયા હતા. તે પ્રાઇવેટ બસ નો ઓપરેટર પેસેન્જરો પાસેથી વ્યક્તિ દીઠ 300 રૂપિયા ઉઘરાવી ને તેમના આધાર કાર્ડ પ્રમાણે નામ અને ઉંમર મુજબ નકલી સર્ટિફિકેટ બનાવી આપતો હતો.
તો આખરે દંડાયુ કોણ? વેપારી.. વેપારી… અને માત્ર વેપારી… કઈ રીતે? જાણો અહીં.
ઉલ્લેખનીય છે કે, રિપોર્ટ એક જ લેબોરેટરી માંથી આવેલા હોવાનું જાણ થતાં પોલીસને શંકા ગઈ કે આ શક્ય નથી.
